બે વર્ષ બાદ શહેરા નગરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે ઈદની નમાઝ અદા કરી

શહેરા,(પંચમહાલ)ઇમરાન પઠાણ :-

સમગ્ર વિશ્વમાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુઆ કરવામાં આવી

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ધાર્મિક તહેવારો ઉજવવા માટે ગાઈડ લાઈન્સ બહાર પાડવામાં આવી હતી,જેને લઈને અન્ય તહેવારોની જેમ મુસ્લિમ ધર્મની મહત્વની ગણાતી બકરી ઈદ તેમજ રમઝાન ઈદ જેવા તહેવાર પર છેલ્લા બે વર્ષથી ઈદગાહ ખાતે નમાઝ પઢવામાં આવી ન હતી.પરંતુ હવે કોરોના કાબુમાં આવતા સરકાર દ્વારા તહેવારો ઉજવવા માટે છૂટછાટ અપાઈ હતી. ત્યારે આ વર્ષે રમઝાનનો પવિત્ર માસ પૂરો થતાં આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ બિરદારોએ ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવ્યો હતો. જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈઓએ બે વર્ષ બાદ ઈદગાહ ખાતે એકત્રિત થઈ ઈદની નમાઝ અદા કરી હતી,અને સમગ્ર વિશ્વમાં અમન શાંતિ જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,તો બે વર્ષ બાદ શહેરાની ઈદગાહમાં ઈદની નમાઝ અદા થતાં મુસ્લિમ ભાઈઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here