છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારના અપહરણના ગુનામાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના અ:પોલીસ કર્મચારીઓને સુચના આપેલ…જે અન્વયે આજ રોજ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી આધારે પાનવડ પો.સ્ટે.પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૦૨૪૦૧૭૧/૨૦૨૪ઇ.પી.કો.કલમ૩૬૩,૩૬૬મુજબના કામનો આરોપી ઇશરાર ઉર્ફે મોગલી ઝરમહંમદ મિસ્ત્રી (શેખ) મુસ્લીમ ઉ.વ.૩૧ હાલ રહે, પાનવડ, કસ્બા ફળીયા તા.કવાંટ જી.છોટાઉદેપુર મુળ રહે.ગોધરા જુની પોસ્ટ ઓફીસ તાઇવાડા તા.ગોધરા જી.પંચમહાલનાનો છોટાઉદેપુર કસ્બા પીક અપ સ્ટેન્ડ પાસે મળી આવતા સદર ઇસમને પકડી લઈ તેનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ ઉપરોક્ત મુજબ જણાવતા સદર ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.પકડાયેલ ઇસમ:-ઇશરાર ઉર્ફે મોગલી ઝરમહંમદ મિસ્ત્રી (શેખ) મુસ્લીમ ઉ.વ.૩૧ હાલ રહે.પાનવડ, કસ્બા ફળીયા, તા.કવાંટ જી.છોટાઉદેપુર મુળ રહે.ગોધરા, જુની પોસ્ટ ઓફીસ, તાઇવાડા તા.ગોધરા જી.પંચમહાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here