ઘોઘંબા પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર સિરીઝ નું જવાબ પત્ર ન અપાતાં ગંભીર લાપરવાહી

ઘોઘંબા, (પંચમહાલ)/ઇશહાક રાંટા :-

નવોદયની OMR પ્રવેશ પરીક્ષા પદ્ધતિમાં નિરીક્ષકની ભૂલના કારણે વિદ્યાર્થીઓને નુકસાન

વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીનો પ્રશ્ન છે, આવી ગંભીર ભૂલ ક્યારેય ચલાવી ના લેવાય ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી દોષિતોને સજા કરાવવામાં આવશે: દિનેશ બારીઆ

તાજેતરમાં જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ ૬ ની પ્રવેશ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં એક ગંભીર કિસ્સો બહાર આવ્યો છે કે ઘોઘંબા પરીક્ષા કેન્દ્ર પર એક વર્ગના વિદ્યાર્થીઓનું પરીણામ રીજેક્ટ બતાવે છે જેનું કારણ વિદ્યાર્થીઓ અને વાલીઓ તરફથી જાણવા મળે છે કે જાન્યુઆરી મહિનામાં આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી ત્યારે વર્ગના નિરીક્ષક (સુપરવાઈઝરે) પ્રશ્ન પત્ર ની સિરીઝ નું જવાબ પત્ર આપ્યું નહોતું અને બીજી સિરીઝ નું જવાબ પત્ર આપ્યું હતું તથા સિરીઝનો નંબર પેનથી સુધાવડાયો હતો જેના કારણે આજે આવેલા પરીણામ માં આ વર્ગના વિદ્યાર્થીઓના પરીણામ માં રીઝેક્ટ લખાઇને આવે છે ત્યારે ઘોઘંબા તાલુકાના કેટલાક વાલીઓ દ્વારા આ બાબતની જાણ “આપ” ના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને કરવામાં આવતા તેઓએ આ બાબતને ગંભીર ગુનો ગણાવ્યો છે અને જણાવ્યું છે કે OMR પરીક્ષા પદ્ધતિમાં આવી ભૂલ સામાન્ય ભૂલ ગણી શકાય નહીં આની તપાસ થવી જોઈએ તે માટે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તથા સંબંધિત તમામ દોષિતોને કડક સજા કરવાની માંગ કરવામાં આવશે કારણ કે આ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીનો પ્રશ્ન છે અહીં કોઈકની ભૂલ બીજા કેમ ભોગવે? આજે સરકાર શૈક્ષણિક બાબતે બેદરકાર દેખાય છે, પ્રવેશ પરીક્ષા હોય કે ભરતી (નોકરી) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય આ તમામ બાબતે ખુબ લાપરવાહી સામે આવી રહી છે તેમની ભૂલ અને લાપરવાહીના કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડી રહ્યું છે આ સામાન્ય બાબત નથી. વિદ્યાર્થીઓની શૈક્ષણિક કે રોજગાર લક્ષી કારકિર્દીનો સવાલ છે તેમ કહ્યું હતું અને જિલ્લા કલેકટરશ્રી તથા માનવ સંસાધન વિકાસ મંત્રાલય, જવાહર નવોદય વિદ્યાલયની હેડ ઑફિસમાં જાણ કરી તપાસ કરાવવામાં આવશે અને જે પણ દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here