કોરોના વાયરસને લઇને પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિશેષ નિયંત્રણો મૂકતા જાહેરનામાની અવધિ લંબાવાઈ

ગોધરા,તા-૦૧-૦૪-૨૦૨૦

પ્રતિનિધિ :- અનુજ સોની

કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા લોકડાઉનને ધ્યાને રાખી પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રીએ 14મી એપ્રિલ સુધી વિશેષ નિયંત્રણોને અમલમાં મુક્યા..

અફવાઓ ફેલાવવા, હોમ ક્વોરેન્ટાઈન પ્રોટોકોલના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરાશે

વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ હાલ COVID-19થી સંક્રમિત વ્યક્તિઓના 73 જેટલા કેસો નોંધાયા છે. આ વાયરસને ફેલાતો અટકાવવા રાજ્ચ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 13/03/2020ના જાહેરનામાથી ગુજરાત એપિડેમિક ડિસીઝીસ કોવિડ-19 રેગ્યુલેશન્સ-2020 જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા સને.1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144 તથા ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-37 (4) હેઠળ મળેલ અધિકારની રૂએ વિશેષ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરહુકમ હેઠળ સમગ્ર પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના ચાર કે ચારથી વધુ વ્યક્તિઓના એકસાથે ભેગા થવા પર, પૂર્વ લેખિત મંજૂરી વિના વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઇપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા કોઈ આયોજનો કરવા પર તેમજ યોજાયા હોય ત્યાં વિશાળ સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટયગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્વિમીંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ-વાડી, હાટબજાર જેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા ખુલ્લી રાખવા માટે મંજૂરી અપાઈ હોય તે સિવાયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસ, શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્ટેલો તાત્કાલિક અસરથી બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, જાહેર બાગ-બગીચાઓ, તમામ ધાર્મિક મેળાવડાઓ, પાન-માવાના ગલ્લાઓ, જ્યાં મોટી સંખ્યામાં અવર-જવર રહેતી હોય તેવી દુકાનો બંધ રાખવાની રહેશે. આ જાહેરનામા હેઠળ તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, ખાણીપીણીના સ્થળો, મીઠાઈ ફરસાણની દુકાન, ભોજનાલયો પર સરકાર દ્વારા જાહેર કરાયેલ માર્ગદર્શિકા અનુસારની સ્વચ્છતાની તકેદારી રાખવાની રહેશે. આ જાહેરનામાથી જિલ્લામાં કતલખાના તેમજ પશુઓની કતલ અને માંસ વિગેરેનું ખરીદ-વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવાયું છે.
કોરોના વાયરસ અંગે કોઇપણ પ્રકારની અફવા કોઇપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવનાર વ્યક્તિ સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઇ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે (૨૪X૭) કંટ્રોલરૂમ ફોનનં. 02672-250668 અથવા હેલ્પલાઇન નં.૧૦૪ પર જાણ કરવી ફરજિયાત છે. તંત્રની સૂચના અનુસાર હોમ ક્વોરેન્ટાઈન/આઈસોલેશન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન ન કરનારને ફરજિયાત રીતે પંચમહાલ જિલ્લાના ક્વોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી એપિડેમિક એક્ટ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર રસ્તાઓ, સ્થળો પર થૂંકીને કે અન્ય રીતે ગંદકી ફેલાવનાર વ્યક્તિ સામે નિયમોનુસાર દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ હુકમનો અમલ તા. 01/04/2020થી તા. 14/04/2020 (બંને દિવસો સહિત) કરવાનો રહેશે.
આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ-135 મુજબ શિક્ષાપાત્ર ઠરશે.

આ સમયગાળા દરમિયાન ફકત આવશ્ય9ક સેવાઓ જેવી કે
1) તમામ સરકારી અને નગરપાલિકા તથા પંચાયત સેવાઓ,
2) દુધ-શાકભાજી, ફળ-ફળાદી, કરીયાણુ, પ્રોવીઝનલ સ્ટોતર,
3) ખાદ્ય પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટષ કન્ટ્રો લ અને અન્યર આવશ્યરક સેવાઓના ઉત્પાાદન, પરિવહન અને પુરવઠા વ્યવવસ્થાી
4) મેડીકલ સ્ટોદર, દવાખાના/ હોસ્પિસટલ, લેબોરેટરી, દવા/ મેડીકલ સાધનોની ઉત્પાટદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટ્ર્સ, ફાર્મસી, આરોગ્યઆલક્ષી સેવાઓ
5) પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધી સેવાઓ
6) વિજળી ઉત્પાદન વિતરણ અને મેઈન્ટેનન્સ અંગેની સેવાઓ
7) ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર તથા આઈ.ટી. અને આઈ.ટી સંબંધિત સેવાઓ
8) પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશ્યલ મીડિયા
9) પાણી પુરવઠો તથા ગટર વ્યવસ્થાને લગતી સેવાઓ
10) પેટ્રોલ, ડિઝલ, એલપીજી/સીએનજી/પીએનજી સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડ્કશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન સેવાઓ
11) બેન્કો અને એટીએમ સેવાઓ
12) પોસ્ટ અને કુરિયર સર્વિસ
13) આવશ્યક સેવા સાથે સંલગ્ન ખાનગી સિક્યુરીટી સેવા
14) આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવા.
15) સતત પ્રક્રિયાવાળા ઉત્પાદન કરતા એકમો અથવા લોક ઈન સુવિધાઓ સાથે કામદારો માટે વિશેષ વ્યવસ્થા ધરાવતા એકમો જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગીથી ચાલુ રહી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here