કોરોના વાયરસના કારણે આ વર્ષે અમરનાથ યાત્રા રદ થઈ

સરકારની સલાહ પછી શ્રાઇન બોર્ડનો યાત્રા રદ કરવાનો ફેસલો.

અગાઉ અમરનાથ યાત્રાને 10 દિવસ માટે શરૂ કરવાનું આયોજન હતું પરંતુ કોરોના વાયરસ દિન પ્રતિદિન ફેલાઈ રહ્યો છે જેનાથી ભારતમાં સ્થિતિ ચિંતાજનક બની છે, ભારતમાં કોરોના પોઝિટિવના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી ભારતમાં હજુપણ કફોડી સ્થિતિ પેદા થઈ શકે છે જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે અમરનાથ યાત્રા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સેનાએ પણ એવા ઇનપુટ આપ્યા હતા કે આ વર્ષે યાત્રા પર ખતરો મંડરાઈ રહ્યો છે.

અગાઉ 8 જુલાઈએ એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોના રોગચાળાની મહામારીને યાત્રા કેટલીક પાબંદીઓ અને નિયોમને આધીન જારી રાખવામાં આવશે અને ભગવાન શિવના પવિત્ર ગુફાના મંદિરમાં પ્રતિ દિવસ 500 થી વધારે તીર્થ યાત્રાળુઓને દર્શન કરવાની અનુમતિ આપવામાં નહિ આવે. અગાઉના આયોજન મુજબ યાત્રાનો આરંભ 21 જુલાઈથી 2 પખવાડિયા માટે થવાનો હતો.

પરંતુ કોરોના વાયરસનો ખતરો અને બીજી તરફ અગાઉ સેનાએ પણ ઇનપુટ આપ્યું હતુ કે અમરનાથ યાત્રાને આતંકીઓ નિશાન બનાવી શકે છે, તેના આધારે આ વર્ષે અમરનાથ યાત્રા રદ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here