ઉત્તર ગુજરાતમાં aimim ને મળી રહ્યો છે બમ્પર જન સમર્થન

મહેસાણા, ઇમરાન ખાન(કાલોલ)

ઉત્તર ગુજરાતમાં ચાલી રહેલ સભ્ય નોંધણી ઝુંબેશ અંતર્ગત મહેસાણા, સિધ્ધપુર, પાટણ, બાલીસણા, કડીથી પ્રથમ રાઉન્ડમાં 7786 લોકોએ aimim ના પ્રાથમિક સભ્યપદ ના ફોર્મ ભરી ઉત્સાહ પૂર્વક મજલિશમાં જોડાયા.
આ સભ્ય નોંધણી ઝૂંબેશ ને સફળ બનાવવા મહેસાણા ના બાબાખાન બાબીના માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર થી ઇમરાન પોલાદી, મો.હનીફ કુરેશી, સલમાન પઠાણ, પાટણથી વકીલ યાકુબભાઈ, ઈરશાદભાઈ મુશે, ફૈઝનભાઈ મેમણ, મૌલાના મુજજમીલ, માસ્ટર મુજમ્મીલભાઈ તો કડી થી ઇમરાન દિવાન, ઈમ્તિયાઝ પરમાર, સદીકભાઈ કુરેશી, અયાઝભાઈ વ્હોરા, ફરીદમિયાં સૈયદ, ઇનાયત ખાન, અકિલ ઘાંચી, મહેસાણાથી અબ્દુલ્લાહખાન બાબી, રહેમતભાઈ મન્સૂરી, સજીદભાઈ એફ. મેમણ, સિંધી આલમઝેબ તથા શેખ આરીફહુસેન, અલ્તાફ પઠાણએ કોઈપણ પ્રકારના પદ કે હોદ્દા ની લાલચ વગર સમર્પણ ભાવે 7786 ફોર્મ ભરી આજરોજ એક પ્રતિનિધિ મંડળે aimim ના ગુજરાત પ્રમુખ જનાબ સાબિરભાઈ કબલીવાલાની શુભેચ્છા મુલાકાત લઈ ફોર્મ જમા કરાવ્યા હતા.
ઉત્તર ગુજરાતમાં મજલિશને મળી રહેલ પ્રચંડ જન સમર્થન જોઈ આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં નવા જૂની થશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here