પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળવાને પરિણામે નવા ૧૬ વિસ્તારોને કન્ટેઇન્મેન્ટ એરિયા જાહેર કરાયા

ગોધરા(પંચમહાલ),

પંચમહાલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયા (જી.એ.એસ.) દ્વારા ધી એપિડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અન્વયે મળેલ અધિકારની રૂએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ- ૩૦ તથા કલમ- ૩૪ હેઠળ જિલ્લાના વધુ ૧૬ વિસ્તારોને કોરોના પોઝિટીવ કેસો મળવાના પરિણામે કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર સમાવિષ્ટ વિસ્તારોમાં ગોધરા નગરપાલિકામાં આવતા સલામત સોસાયટી-૨ (ગોન્દ્રા), વ્હોરવાડ (ટાંકી પાસે) અને રાંટા પ્લોટ, ગોધરા તાલુકાના વાવડી (બુજર્ગ) ગામમાં સમાવિષ્ટ શ્રી રામપાર્ક સોસાયટી (જલારામ મંદિર પાસે) અને ધોળાકુવા ખાતે આવેલ જૈન દેરાસર પાછળનો વિસ્તાર, કાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ નંદ બંગ્લો અને હોળી ચકલા વિસ્તાર, હાલોલ નગરપાલિકામાં સમાવિષ્ટ જનકપુરી સોસાયટી વિસ્તાર, બસ સ્ટેન્ડ સામે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિસ્તાર, શહેરા નગરપાલિકામાં સમાવિષ્ટ હોળી ચકલા, કાલોલ તાલુકાના બાકરોલ ગામમાં સમાવિષ્ટ રાવલ ફળિયા, વેજલપુર ગામમાં સમાવિષ્ટ ખૂંધા ટેકરી (રહેમાનિયા મસ્જિદ) અને મંદિર ફળિયા વિસ્તાર, નાના ફળિયા પ્લોટ વિસ્તાર, ઘોઘંબા તાલુકા ખરોડ ગામમાં સમાવિષ્ટ આશ્રમ ફળિયા વિસ્તાર, મોરવા (હ) તાલુકાના મોરા ગામમાં સમાવિષ્ટ આશ્રમ ફળિયા વિસ્તારોનો સમાવેશ થાય છે.

જાહેરનામા અનુસાર કન્ટેઈન્મેન્ટ એરિયામાં આવતા તમામ રહીશોએ આ વિસ્તારોના જાહેર ફળિયા કે સ્થળોએ બિનજરૂરી અવરજવર કરવી નહિ તેમજ જાહેર સ્થળોએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનો રહેશે અથવા તો મોઢું અને નાક વ્યવસ્થિત રીતે કાપડથી ઢાંકવાના રહેશે. આ તમામ રહીશોના સંબંધિત ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી અને તેમના દ્વારા અધિકૃત કરેલા અધિકારીની પૂર્વ મંજૂરી વિના કન્ટેન્મેન્ટ એરિયાની બહાર નિકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામું આગામી હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ થી ૫૮ની જોગવાઈઓ અનુસાર શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ સરકારી ફરજ, કામગીરી અને સરકારી-અર્ધ સરકારી એજન્સી, સરકારી- પ્રાઇવેટ દવાખાના સ્ટાફ તથા ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલ વ્યક્તિઓને કે જેમને અનુમતિ અપાયેલી છે તેમને લાગુ પડશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here