નર્મદા જીલ્લાના કરજણ ડેમમાંથી 33064 ક્યુસેક પાણીનો આઉટફલો

ડેમની સપાટી સવારે 11 કલાકે કલાકે 110.06 મીટરે નોંધાઇ

૩ મેગા વોટની ક્ષમતા ધરાવતા હાઇડ્રોપાવર સ્ટેશનથી પ્રતિ દિવસ ૭૨ હજાર યુનિટ વીજ ઉત્પાદન શરૂ કરાયું

પાણીની આવક 33063 ક્યુસેક થતા જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે 6 રેડીયલ ગેટોને 1.20 મીટર સુધી ખોલાયા

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

તસ્વીર કરજણ ડેમ

રાજપીપળા પાસે આવેલા કરજણ ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમ ખાતે પાણી ની ભારે આવક થતાં આજરોજ સવારે 11-00 કલાકે જળસપાટી 110.06 મીટરે પહોચી હોવાનું જાણવા મળ્યું છે.ડેમ ના 6 ગેટ ખોલી કરજણ નદી મા પાણી છોડવાની ડેમ સત્તાવાળાઓ ને ફરજ પડી હતી.

કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એ.વી.મહાલેએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કરજણ બંધ જીતગઢ ગામ નજીક આવેલો છે. જેનો જળસ્ત્રાવ વિસ્તાર 1400 સ્કેવર કિ.મી છે. આ વિસ્તારની અંદર દેડીયાપાડા અને સાગબારાનો મહત્તમઅંશે જળસ્ત્રાવ આવેલ છે. આ જળસ્ત્રાવની અંદર તા. 12 મી ઓગષ્ટથી ભારેથી – અતિભારે વરસાદ ચાલુ થતાં પ્રતિકલાકે 25500 ક્યુસેક પાણી ની આવક થતાંઆવક થતાં કરજણ બંધ આધારિત સ્મોલ હાઇડ્રોપાવર સ્ટેશનના 2 યુનિટ તા.12 મી ઓગષ્ટના રોજ વીજ ઉત્પાદન માટે શરૂ કરવામાં આવ્યા હતાં. 3 મેગા વોટની ક્ષમતા ધરાવતા આ હાઇડ્રોપાવર સ્ટેશનથી પ્રતિ દિવસ 72 હજાર યુનિટ વીજ ઉત્પાદન ચાલુ કરવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, તા. 12 મી થી તા. 20 મી ઓગષ્ટ સુધીમાં ભારેથી-અતિભારે વરસાદ થવાથી 625 એમ.એમ (25 ઇંચ) જળાશયના સંગ્રહનો 1200 એમ.એમ (48 ઇંચ) નીસામે આજદિન સુધીમાં કુલ 1350 એમ.એમ (54 ઇંચ) 112 ટકા સીઝનનો વરસાદ નોંધાયેલ છે. ઉપરવાસમાં આ વરસાદને કારણે મહત્તમ પાણીની આવક 122077કયુસેક તથાં તા. 14 મી ઓગષ્ટના રોજ જળાશયમાં પાણીની સપાટી 110.06 અને કુલ જથ્થો 73.68 ટકા થતાં રૂલ લેવલ જાળવવા માટે રેડીયલ ગેટનું સંચાલન 28 વખત કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે તા. 20 મી ઓગષ્ટ, 2020 ના રોજ સવારે 11-00 કલાકે કરજણ ડેમની સપાટી 110.06 મીટર નોંધાવા પામી છે. જેનું રુલ લેવલ 109.36 મીટર છે તેમજ કુલ જળાશયમાં સંગ્રહાયેલ પાણીનો જથ્થો 73.68 ટકા થયેલ છે. પાણીની આવક 33064 ક્યુસેક હોવાથી જળાશયનું રૂલ લેવલ જાળવવા માટે રેડીયલ ગેટ નં 2 ,4, 5, 6, 8 અને 9 (6 ગેટ) 1.20 મીટર ખોલી કરજણ નદીમાં 33064 ક્યુસેક આઉટફ્લો પ્રગતિ હેઠળ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here