ICMR ની ગાઈડલાઈન મુજબ ટેસ્ટીંગના અમલથી ક્યા ક્યા વિસ્તારમાં કોરોનાનો ચેપ ફેલાયો છે તેની વિગતો જાણી શકાશે

રાજકોટ,

પ્રતિનિધિ :- જયેશ માંડવીયા

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રેપિડ ટેસ્ટ કિટ વડે કુલ ૮૦ સેમ્પલનું પૃથકરણ કરાયું: તમામ રીઝલ્ટ નેગેટિવ: મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ

હાલની કોરોના (કોવીડ-૧૯) વાયરસના ચેપની વિગત જાણવા સામાન્ય રીતે જેમને ફ્લુ જેવા કે તાવ, ઉધરસ, શ્વાસ ચડવો જેવા લક્ષણો છે. અને પોઝીટીવ દર્દીના સંસર્ગમાં આવેલ છે. તેઓના પરીક્ષણ માટે RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટના પરીક્ષણમાં સમય લાગે છે. આ ટેસ્ટ મર્યાદિત રીતે થઇ શકે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલના સંપર્કથી રાજકોટ મહાનગરપાલિકાને ૬૦૦ રેપીડ કીટ ફાળવેલ છે. જેમાંથી આજ રોજ સુધીમાં કુલ ૮૦ નું પરીક્ષણ કરે છે જેમના દરેકના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. આગામી દિવસોમાં દરરોજ ૧૨૦ થી ૧૫૦ શંકાસ્પદ વ્યક્તિઓના ટેસ્ટ રેપિડ કિટ મારફત કરવાનું આયોજન છે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં દરેક રાજ્યોને ‘રેપિડ એન્ટીબોડી ટેસ્ટ’ કોવિડ-૧૯ ના ચેપને જાણી શકાય તે માટે ફાળવેલ છે.

મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની રાજ્ય સરકારને રજુઆતથી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૦૦ કિટ ફાળવેલ છે. આ કીટનો ઉપયોગ ICMR (Indian Council Of Medical Research) ની ગાઈડલાઈન મુજબ જુદા જુદા કોરોનાગ્રસ્ત વિસ્તાર અથવા જુદા જુદા વિસ્તારમાં આ એન્ટીબોડી રેપિડ કિટનું ટેસ્ટીંગ કરી કોરોના રોગની વ્યાપકતા નક્કી કરવા માટેનું પુરક પરીક્ષણ છે.

રેપીડ ટેસ્ટનો ઉપયોગ કોઈ પણ વિસ્તારમાં કોરોના વાયરસના ચેપનો વ્યાપ તથા સર્વેલન્સ માટે છે. આજે તા. ૨૪-૦૪-૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભીલવાસ, વૈશાલી નગર, ગવલી વાડ, સદર વિસ્તાર, લોહા નગર, જાગનાથ, નાનામવા આવાસ અને ધરમનગર આવાસમાં રેપિડ ટેસ્ટ કિટ વડે સેમ્પલ લેવાયા હતા.

સામાન્ય રીતે કોઈ પણ વાયરસનો ચેપ લાગ્યા બાદ માણસના શરીરમાં ઈમ્યુન સીસ્ટમ (રોગપ્રતિકારક સીસ્ટમ) દ્વારા કોઈ પણ વાયરસનો ચેપ લાગવાથી એન્ટીજન પ્રક્રિયા થાય છે. માનવ શરીરમાં ચેપના રક્ષણ માટે જે તે એન્ટીજન સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. કોરોના વાયરસના ચેપ બાદ દરેકના ચેપગ્રસ્ત વ્યક્તિમાં ચેપ લાગ્યાના સાત દિવસ બાદ એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. ‘એન્ટીબોડી રેપિડ ટેસ્ટ’ ના પરીક્ષણથી જેમને કોરોના વાયરસનો ચેપ લાગ્યા બાદ સાત દિવસ બાદ પોઝિટિવ આવે છે. આ ટેસ્ટના પરીક્ષણથી પોઝિટિવ રીપોર્ટથી જે તે વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનું ફલિત થાય છે.

આ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કિટમાં પરીક્ષણ કરનારનું માત્ર લોહીનું એક ટીપું લેવામાં આવે છે. જે કિટમાં નાખવાથી માત્ર ૧૫ થી ૨૦ મીનીટમાં પરીણામ આવી જાય છે. આ કિટનું પરીક્ષણ નિષ્ણાંત દ્વારા પીપીઈ પહેરીને કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here