ભરુચ – નર્મદા સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતેના કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ સામે પશ્રો ઉઠતા સાંસદની મુલાકાતથી હલ આવવાની આશા બંધાઇ.

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

સરકારી આયુર્વેદ કોલેજ સંલગ્ન હોસ્પિટલ રાજપીપલા ખાતે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ covid-19 હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી હતી સાથે ઉપસ્થિત શ્રી કમલેશ ભાઈ પટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી પટેલ તથા રાજપીપલાના સિવિલ સર્જન ડો. ગુપ્તા મેડમ, અને આરોગ્ય વિભાગના સ્ટાફ તથા સ્થાનિક covid-19 અંગે એક અગત્યની મીટીંગ કરવામાં આવેલ હતી. જેમા હોસ્પિટલના વિવિધ ડોક્ટરો, નર્સ, સ્ટાફે કરેલી વિવિધ કામગીરીને સાંસદ શ્રી મનસુખ ભાઈ વસાવા સાહબે બિરદાવી તથા જિલ્લાના તમામ કોરોના વોરીયર્સને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. નર્મદા જિલ્લા ખાતે કોરોનાની સારવાર માટે રાજપીપળામાં માત્ર એક જ હોસ્પીટલ હોય તેમા મળતી સારવાર અને સુવિધાઓ સામે દર્દીઓએ તેમજ તેમના સગાં સબંધીઓએ પશ્રો ઉઠાવ્યા છે. દવાખાનામાં એકજ ફિઝીશીયનથી કામ ચલાવી રહેવાયું છે. ઓકસીજનની સુવિધા હોવા છતાં તેના ઓપરેટરોનો અભાવ, દર્દીઓને જરા તબિયત લથડીતો અન્ય સથળે સિફટીં નુ થતુ ફરમાન જેવી અનેક સમસ્યાઓની કોવિડ હોસ્પિટલમાં ફરિયાદ ઉઠી છે.

સાંસદ મનસુખભાઈ વસાવાની મુલાકાત કોરોના વોરિયરસનું ઉત્સાહ જરુર વધારશે પરંતુ સાથે સાથે જરુરી સગવડોમાં પણ વધારો થાય દર્દીઓને પડતી તકલીફો દુર થાય એ માટે કારગર નીવડે એ ખુબજ મહત્વનું છે.    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here