31 ડિસેમ્બરની ઉજવણી પેહલાજ મહારાષ્ટ્ર માથી ગુજરાતમાં ઠલવાતો વિદેશી દારૂનો જથ્થો નર્મદા LCB પોલીસે ઝડપી પાડ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ઉપર ની ઉમીયા હોટલ પાસે થી રૂ.14.77 લાખ નો દારૂનો મુદ્દામાલ ભરેલ આઇસર ટેમ્પો ઝડપાતા બૂટલેગરો માં ફફડાટ

ટ્રક ડ્રાઇવર તથા ક્લીનરને ઝડપી નર્મદા એલ.સી.બી. પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે નાઓએ જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા કડક નિર્દેશો અને સુચનાનાં જીલ્લા ના તમામ પોલીસ મથકો સહિત ના સ્ટાફ ને આપતા તથા આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને આતર રાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી પ્રોહીબીશનના કેસો કરવાની સુચના આપતા નર્મદા જીલ્લા પોલીસ સતર્ક બની હતી.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ ઇન્સ્પેક્ટર જે બી.ખાંભલા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ટીમના માણસો પ્રોહિ. અંગેની વોચ મા હતા જે દરમિયાન જે.બી. ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને બાતમી મળેલ કે એક આઇસર ટ્રક જેનો રજી. MH-14GD- 1845 નો ઇગ્લીશ દારૂ ભરી શાહદા(મહારાષ્ટ્ર) તરફથી ગુજરાત માં પ્રવેશી સાગબારા દેડીયાપાડા તરફ થઇ સુરત જવાનો હોવાની ચોક્કસ બાતમી મળતા પો.ઇન્સ. એલ.સી.બી.નાઓએ યુ.પી. પારેખ, પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને બાતમીની જાણ કરી હતી.
પોતાના ઉપલા અધિકારીઓ ની સુચના અને માર્ગદર્શન થી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના જવાનો એ સાગબારા ખાતેની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરી બાતમીવાળો આઇસર ટ્રક આંતરી પાડવાની સુચના નાં આધારે એલ.સી.બી. સ્ટાફ દ્વારા ધનશેરા ચેક-પોસ્ટ થી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ખાનગી વોચ રાખતા બાતમીવાળા આઇસર ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ઉપર ઉમિયા હોટેલની સામે રોડ ઉપર રોકી આઇસર ટ્રકની તપાસ કરતાં ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૪૧૭૬/- કિમત રૂપિયા ૭,૧૧,૬૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આઇસર ટ્રક માથી વિદેશી દારૂ મળી આવતા ચાલક શાહનવાજ ગફુરમીયા નાકવા રહે.નુરાની મસ્જીદ પાછળ, ડો.ઝાકીર હુસેન નગર, ગોવાંદી, શિવાજી નગર, બોમ્બે (મહારાષ્ટ્ર) તથા ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહ રહે.ટીબાના મોવાડા, રોડ વાળુ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડા નાને પ્રોહીબીશનના ગુના હેઠળ તેમની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
વિદેશી દરી સહિત આઇસર ટ્રક તથા અન્ય ચીજ વસ્તુ મળી કુલ કિ.રૂ. ૧૪,૭૭,૪૪૦/-ના મુદ્દામાલ સાથે આઇસર આરોપીઓ ટ્રકના ડ્રાઇવર તથા ક્લીનરને ઝડપી સાગબારા પોલીસ મથક માં સોંપાયા હતા

આ વિદેશી દારૂનો જથ્થો કોનો? દારૂના વેપલા સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેની પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here