2020 નુ સદીનુ સૌથી અદભૂત સૂર્ય ગ્રહણ રાજપીપલા સહિત નર્મદા જીલ્લામાં દ્રશ્યમાન થયું

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા સલામત ચશ્મા થકી રાહદારીઓ તેમજ આમ જનતાને સૂર્યગ્રહણનો અદભૂત નજારો બતાવાયો

સૂર્યગ્રહણની ખગોળીય ઘટના વિશે વિજ્ઞાનીક માહિતી આપી જાગૃતિના કાર્યક્રમનુ આયોજન

આજે ર૧ જુનના રોજ 2020નુ સૂર્ય ગ્રહણ સદીનો સહુથી અદભૂત નજારો બન્યો હતો .રાજપીપલા સહિત નર્મદા જિલ્લામા પણ જોવા મળ્યો હતો. જેમા રાજપીપલા ખાતે જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા રાજપીપલામા સલામત ચશ્મા દ્વારા રાહદારીઓ તથા આમ જનતાને સૂર્યગ્રહણનો અદભૂત નજારો બતાવ્યો હતો. જાણીતા વિજ્ઞાન લેખક દીપક જગતાપ દ્વારા લોકોને સલામત ચશ્માથી ખગોળીય અદભૂત ઘટનાનો નજારો બતાવીસૂર્યગ્રહણની ખગોળીય ઘટનાવિશે વિજ્ઞાનીક માહિતી આપી જાગૃતિ ના કાર્યક્રમ નુ આયોજન કર્યુ હતુ અને જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ જ્યોતિ જગ તાપ દ્વારા ચશ્મા આપી નિદર્શન કરાવ્યુ હતુ.

ગ્રહણવિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છેતેની માહિતી આપતા દીપક જગતાપે જણાવ્યુ હતુ કે પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ આ પરિભ્રમણમાં ચંદ્ર કયારેક પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી સુધી પહોંચી શક્તો નથી અથવા તે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે. પૃથ્વી પર આ પડછાયો જેટલા વિસ્તારમાં પડે ત્યાં સૂર્ય દેખાતો બંધ થઈ જાય છે. તેને ખગ્રાસ ગ્રહણ કહે છે. ક્યારેક ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય તો સૂર્ય પૂરો ઢંકાતો નથી પણ ચંદ્રની આસપાસ સૂર્યની કિનારી જોવા મળે છે. આ સ્થિતિને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. આ ગ્રહણ અમાસના દિવસે જ થાય છે. અને પૃથ્વી પરના થોડા વિસ્તારોમાંથી જ જોઈ શકાય છે.
પૃથ્વી અને ચંદ્ર સતત ગતિ કરે છે. એટલે સૂર્યગ્રહણ શરૂ થાય ત્યારે ધીમે ધીમે સૂર્ય દેખાતો બંધ થાય છે અને પૂરેપૂરી ઢંકાઈ જાય તે સ્થિતિ પાંચ કે સાત મિનિટ જ રહે છે પછી ચંદ્ર ખસે તેમ સૂર્ય બહાર આવતો જાય છે. સૂર્યગ્રહણ નરી આંખે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે.તેથી સલામત ચશ્માથી જોવા જોઇએ.

કેવળ ખુલ્લી અરક્ષિત આંખો વડે સૂર્યનું અવલોકન ખગ્રાસ અથવા ખંડગ્રાસ સૂર્યગ્રહણ સમયે કરવું ખતરનાક છે. આનાથી આંખને કાયમી નુકસાન થઈ શકે છે. સૂર્યના પ્રતિબિંબને પાણીમાં નરી આંખે જોવું સલામત નથી. સોલાર ફીલ્ટરના ચશ્મા વડે સૂર્યગ્રહણ સલામત રીતે જોઈ શકાય છે. આ ફીલ્ટર સૂર્યકિરણોની તીવ્રતાને એકલાખ ગણી ઓછી કરે છે અને આંખને હાનીકારક અલ્ટ્રાવાયોલેટ અને ઈન્ફ્રારેડ કિરણોને શોષી લે છે. પીનકોલ કેમેરા મારફત સૂર્યબિબને પડદા ઉપર જોઈ શકાય છે તેમ જણાવી આમ લોકોને અદભૂત ખગોળીય ઘટનાના નિદર્શન કરાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here