2 જી એપ્રિલના રોજ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે વોક ઇન ઈન્ટરવ્યું…મેડિકલ સ્ટાફની 65 જગ્યાઓ માટે તાત્કાલિક ભરતી

ગોધરા,તા-૩૦-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ઊભી કરાઈ રહેલી ૫૦ બેડની હોસ્પિટલ માટે મેડિકલ સ્ટાફની 65 જગ્યાઓ માટે 2 જી એપ્રિલના રોજ વોક ઇન ઈન્ટરવ્યું યોજાશે…..

રાજ્ય સરકાર દ્વારા કોરોના વાયરસના સંક્રમણના ભયને પરિણામે ઉદભવેલી પ્રવર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઈને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવી રહેલી ૫૦ બેડની હોસ્પિટલ માટે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 65 જગ્યાઓ માટે મેડિકલ સ્ટાફની ભરતી યોજાઈ રહી છે. કરાર આધારિત માસિક ફિક્સ વેતનની આ ભરતીમાં સ્પેશ્યાલીસ્ટ પલ્મોનોલોજિસ્ટ/ ફિજીશિયનની 2 જગ્યાઓ, સ્પેશ્યાલીસ્ટ એનેસ્થેટીસ્ટની 1, મેડિકલ ઓફિસર (એમ.બી.બી.એસ.)ની 12 જગ્યાઓ, સ્ટાફ નર્સની 50 જગ્યાઓ માટે તા. 02/04/2020ના રોજ ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે વોક ઇન ઈન્ટરવ્યું યોજાશે. તે દિવસે બપોરે 12.00 થી 04.00 કલાક દરમિયાન ઉમેદવારોનું રજીસ્ટ્રેશન અને ઈન્ટરવ્યુ કરવામાં આવશે. નિયત લાયકાત ધરાવતાં મેડિકલ ક્ષેત્રના ઉમેદવારો અને સહાયક સ્ટાફ માટે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરવાની ઉમદા તક ઊભી થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here