નર્મદા : શ્રાવણ માસના પધરામણા છતાં નર્મદા જિલ્લામાં ગતવર્ષની સરખામણીમાં 14 ઇંચ ઓછો વરસાદ!

ગયા વર્ષે આજની સ્થિતિ એ 59 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જયારે હાલ માત્ર 45 ઇંચ

નર્મદા ડેમ સહિત જીલ્લા ના કરજણ ડેમ મા તેમ છતાં પુરતો જથ્થો સંગ્રહિત

રાજપીપલા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં તા.22મી જુલાઇ, ૨૦૨૦ ને બુધવારના રોજ સવારના ૬=૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં-૪ મિ.મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

શ્રાવણ માસ ની શરુઆત થઇ ગઇ છે છતાં નર્મદા જિલ્લામાં ગત વર્ષે જે વરસાદ આજની તારીખે પડયો હતો તેના કરતા ખુબજ ઓછો વરસાદ વરસ્યો છે. જે ખેડુતો માટે ચિંતાનો વિષય બનેલ છે. ગતવર્ષે આજસુધી નર્મદા જિલ્લા મા 59 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, જયાંરે હાલની સ્થિતિમાં માત્ર 45 ઇંચ જ વરસાદ થયેલ છે. જે ખરેખર ચિંતા ઉપજાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૪૦ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૨૦૬ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૮૭ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -૧૫૪ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૦.૫૯ મીટર, કરજણ ડેમ- ૯૯.૩૩ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૪.૧૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here