સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના અસરગ્રસ્ત 6 ગામના આદિવાસીઓની જમીનોનું સર્વે હાથ ધરાતાં રોષ ભભૂકી ઉઠ્યો…

કેવડીયા કોલોની,(નર્મદા)
પ્રતિનિધિ :- આશિક પઠાણ,સતીસ કપ્તાન

લોકડાઉન વચ્ચે જ બહારની એજન્સીને કામગીરી સોંપી ફેન્સીંગ કરવાની સરદાર સરોવર નર્મદા નિગમની કામગીરીને અન્યાયી ગણાવતાં ગ્રામજનો…

વિરોધ પ્રદર્શન કરવા ગ્રામજનોએ કેવડીયા પોલીસ મથક ઉપર હલ્લો મચાવ્યો…

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની આસપાસ વસવાટ કરતા 6 ગામના આદિવાસી ઓનો પોતાની માગણીઓ માટે સરકાર સાથે લાંબા સમયથી સંધર્ષ ચાલે છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ થકી સમગ્ર વિસ્તારને સરકાર ડેવલપમેન્ટ કરવાના નિર્ધાર સાથે મક્કમ છે , કેવડીયા કોલોનીના સમગ્ર વિસ્તારને તેમાં આવરી લેવામાં આવેલ છે.

સમગ્ર પ્રકરણની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની આસપાસના ગામ ડેમ નિર્માણ વખતે જ સરકારે સંપાદિત કર્યા હતા, જે તે સમયે તેના વળતર પણ ચુકવાયા હતા. પરંતુ જમીનોના ભાવ વધતા આદિવાસીઓની પેઢીઓ બદલાતા જમીનના ભરોસે ખેતીવાડી ઉપર જ જીવનનિર્વાહ કરતો આ સમાજ હાલ તેમના બાપ દાદાના જમાનાની જમીન છોડવા તૈયાર નથી.

આ મામલે અદાલતોના દ્વાર ખખડાવવામા આવેલ ,અનેક આંદોલન પણ કરવામાં આવેલ છે, પરંતુ સરકાર સમગ્ર વિસ્તારને ડેવલપમેન્ટ કરવાના નિર્ધાર સાથે મક્કમ છે. આ માટે જમીન ખાલી કરાવી ત્યા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે પ્રવાસીઓને આકર્ષવા વિવિઘ પ્રોજેકટ બનાવવાનુ મન કરીને બેઠી છે , હાઇકોર્ટેમા 6 ગામના અસરગ્રસ્તોએ કરેલ રીટ અદાલતે ફગાવી છે.
સમગ્ર વિસ્તાર માટે એક ડેવલપમેન્ટ ઓથોરીટી સરકાર દ્વારા બનાવવામાં આવી રહી છે જે આ વિસ્તારમાં વિકાસ સહિત તમામ બાબતોનું ધ્યાન રાખશે. તયારે આદિવાસીઓ તેનુ સખ્ત વિરોધ કરતા આવ્યા છે,અને મામલો પેચીદો બનતો જાય છે.

લોકડાઉન અને કોરોનાના કહેર વચ્ચે જ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખાનગી એજન્સી મારફત 6 અસરગ્રસ્ત ગામની જમીનના સર્વે હાથ ધરાતાં આદિવાસીઓમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાધડીયા ગ્રામ પંચાયતના સરપંચે નર્મદા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને કોરોનાના કહેર વચ્ચે સર્વેની કાર્યવાહી બંધ કરવા , અને ગ્રામ પંચાયતને જે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેની જાણ કરવાની માગણી સાથે આદિવાસી વિસ્તારમાં પાસા એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી સરકાર દ્વારા હાથ ધરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.

પરંતુ મામલો આજરોજ વધુ બિચકયો હતો,અસરગ્રસ્ત ગામના લોકો મોટી સંખ્યામાં સર્વેની કાર્યવાહી સામે વિરોધ દર્શાવવા કેવડીયાકોલોની પોલીસ મથક ઉપર પહોંચી ગયા હતા અને ભારે હોહાપો મચાવ્યો હતો,અને અમારી જમીનો ઉપર થતાં સર્વેને તાત્કાલીક બંધ કરવામા આવેની માગણી કરવામાં આવી હતી.

કોરોનાની મહામારી ફેલાઈ હોય સોશિયલ ડિસટનસીંગના પોલીસ મથકમાં જ ધજાગરા ઉડયા હતા. જોકે વિરોધ મામલે પોલીસ દ્વારા સમજાવવામાં આવતા કલાકોની જહેમત બાદ મામલો થાળે પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here