સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ફરજ બજાવતા C I S F ના મહીલા જવાન અને સ્થાનિક કર્મચારી વચ્ચે ગતરોજ ઘર્ષણનો મામલો બિચક્યો

કેવડિયા કોલોની,(નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઑફ યુનિટી ના ડેપ્યુટી કલેક્ટર નો આદિવાસી ઓ ની મેન્ટલિટી અને પરિસ્થતિ જ એવી હોવાનો ઓડિયો વાયરલ થતાં આદિવાસીઓ મા રોષ

પોતે. 2018 થી સ્થાનિક લોકો ના સહયોગ થી તેમનાં ઉત્થાન માટે કામ કરતા હોય વિઘનસંતોષીઓ એ ઓડિયો નો અમુકજ ભાગ વહેતો મૂક્યો હોવાનો અને ખરી હકીકત છુપાવી હોવાનો ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે નો ખુલાસો

ગુજરાત સરપંચ પરિષદ નાં નર્મદા ઝોન પ્રમુખે વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી ને જાણ કરી

સ્ટેચ્યુ ઑફ યુનિટી ના નિર્માણ બાદ જાતિવાદ ઉભો થયો હોવાનો સરપંચ પરિષદ નો ગંભીર આરોપ

સ્ટેચ્યુ ઑફ યુનિટી ના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે આજરોજ સોશિયલ મીડિયામાં ઍક ઓડિયો વાયરલ થતાં વિવાદ મા આવ્યાં હતાં, જોકે સમગ્ર વાયરલ ઓડિયો ને તેઓએ અધૂરી માહીતી સભર ગણાવી પોતાનો ખુલાસો કર્યો હતો.

બનાવની વાત કરી એ તો ગતરોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે ફરજ બજાવતા એક સ્થાનિક કર્મચારી અને જેમના માથે સ્ટેચ્યુ ઑફ યુનિટી ની સુરક્ષા ની જવાબદારી છે એવા સીઆઈએસએફ ના ઍક મહીલા કર્મચારી સાથે બોલાચાલી થઈ હતી અને ચકમક ઝરી હતી,આ મામલે ની જાણ સુરક્ષા કર્મી એ પોતના અધિકારી ને કરી હતી, આ મામલો વધુ ના વકરે જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે એ C I S F ના અધિકારી સાથે ટેલીફોનીક વાત કરી હતી, જેમાં તેઓએ પોતાના કર્મચારી નો બચાવ કર્યો હતો અને આદિવાસી વિસ્તાર માં વસતા લોકો ની પરિસ્થિતિ ની વાત કરી હતી, પરંતું બે અધિકારીઓ વચ્ચે થયેલ વાત નો ઓડિયો વાયરલ થયો હતો !! ઓડિયો કોણે વાયરલ કર્યો એ પણ તપાસ નો વિષય બન્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબે નો અવાજ સાથેનો ઓડિયો વાયરલ થતાં તરતજ આદિવાસી સમાજ ની વાત હોય સમાજ ને બદનામ કરવા ના આરોપ સાથે સરપંચ પરિષદ નાં નિરંજન વસાવા આ પ્રકરણ મા કૂદ્યા હતા અને વડાપ્રધાન સહિત મુખ્યમંત્રી ને જાણ કરી સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યા બાદ જાતિવાદ ઉભો થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, યે આદિવાસી લોગ જીનકો ખાના નહી મિલતા થા, જડીબુટ્ટી ખાતે થે, ચડ્ડી પહનનક્રર રોડ પે ગુમતે થે જેવી વાતો કરી આદિવાસી સમાજ ની મજાક ઉડાવવા મા આવી હોવાનું નિરંજન વસાવા એ પોતાની રજૂઆત માં લખ્યું છે.

આ સમગ્ર મામલે નિલેશ દુબે એ ખુલાસો કરતાં જણાવ્યું છે કે
ગઈકાલથી મારા નામના ઉલ્લેખ સાથેનો એક ઓડિયો વાયરલ થઈ રહ્યો છે.જે ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય પ્રગટ કરે છે.

વાસ્તવમાં sou કેમ્પસમાં એક કર્મચારીને cisfના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો અને તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી,અને તેજ દરમ્યાન sou ના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા.

પરંતુ અગમ્ય કારણોસર આખા ઓડિયો ના બદલે એડિટ કરી અમુક જ ભાગ વાયરલ કરેલ છે.પૂરેપૂરો ઓડિયો જો બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે.

આખી વાત મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટેની હતી જેમાં જે ઓડિયોમાં હકીકત દેખાય છે તે અર્ધસત્ય છે.પૂરેપૂરો ઓડિયો વાયરલ થાય તો સત્ય હકીકત ખબર પડે તેમ છે, જે ઉલ્લેખ થયેલ તે માત્ર એક કર્મચારીની cisfના મહિલા કર્મચારી સાથે બબાલ થઈ તેના માટે જ હતી.

તેમ છતાં મારી ભાવના કોઈ એક જાતિ માટે હતી નહીં અને ભવિષ્યમાં રહેશે નહીં.તેમ છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલગીર છું.

ફરી એકવાર કહીશ કે મારા હાથ નીચેના કર્મચારીને બચાવવા માટે સમગ્ર વાતચીત થઈ હતી તેના સિવાય અન્ય કઈ આશય નથી.

હું વર્ષ 2018થી આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને આ વિસ્તારમાં સતત કાર્ય કરી રહ્યો છું જેનાથી સૌ વાકેફ પણ છે જ,પરંતુ કેટલાક વિધ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા સારૂ આવા એડિટ કરેલ ઓડિયો વાયરલ કરી રહ્યાં હોવાનું પોતાના ઍક નિવેદન મા જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here