સિદ્ધપુર ભારત વિકાસ પરિષદના નવીન હોદ્દેદારો ની વરણી કરાઈ

સિધ્ધપુર,(પાટણ ) આશિષ કુમાર :-

સિધ્ધપુર ભારત વિકાસ પરિષદ સિધ્ધપુર શાખાની વાર્ષિક સભા આજરોજ શ્રી લાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે ઉત્તર પ્રાંતના ઉપપ્રમુખ ઉર્વેશ પંડયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં નવા વર્ષના હોદ્દેદારો તેમજ વિવિધ પ્રકલ્પનાં સંયોજકો તેમજ સહ-સંયોજકોની નિમણૂક કરવામાં આવેલ.ઉત્તર ગુજરાત ઉપપ્રમુખ ઉર્વેશ પંડ્યા,ઉત્તર ગુજ.પ્રાંતના મહિલા સહસંયોજીકા કોકિલાબેન પટેલને ઉત્તર ગુજરાત ભારત વિકાસ પરિષદની ટીમમાં સ્થાન મળ્યું છે.સિદ્ધપુર ભારત વિકાસ પરિષદ ના વર્ષ-2021-21 નવીન હોદેદારો તરીકે IPP ગૌરાંગભાઈ શુક્લ,પ્રમુખ સુનિલભાઈ પરીખ,મંત્રી પ્રકાશભાઈ સ્વામી,ઉપ- પ્રમુખ દિનેશભાઇ નાઈ, ઉપપ્રમુખ સંજીવનભાઈ શેઠ,ઉપપ્રમુખ અતુલભાઇ રામી,મંત્રી હિતેશભાઈ મોદી (તેલવાળા),મંત્રી ડો. રજનીભાઇ પટેલ,મંત્રી રાજેશભાઈ શુક્લ, ખજાનચી નિલેશભાઈ ભટ્ટ,સહખજાનચી ડો. વિજયભાઈ ભાવસાર, મહિલાસંયોજકા નીરૂબેન સંજયસિંહ રાવ,મહિલા સહસંયોજીકા તરીકે પૂજાબેન ગૌરાંગભાઈ શુક્લની વરણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આ વાર્ષિક સભામાં અલગ-અલગ પ્રકલ્પ ના સંયોજકો તથા સહ સંયોજકોની પણ નિમણૂક કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here