સાવરકુંડલાના વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રી શીટર શૈલેષ નાથાભાઈ ચાંદુને પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામેથી ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી,
હિરેન ચૌહાણ (બાબરા)

અમરેલી જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇ.ચા. પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા દ્વારા અમરેલી, ભાવનગર, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરત, અમદાવાદ શહેર અને પાટણ જિલ્‍લા માં વિશેષ ગેંગ બનાવી, પોતાનું નેટવર્ક ઉભું કરીને ખુન, ખુનની કોશીષ, અપહરણ, સામાન્ય પ્રજાને ધાક ધમકી આપી, ખંડણી ઉઘરાવવાનુ તેમજ ગેરકાયદેસર ઉંચા વ્યાજે નાણા ધિરધાર કરી, પઠાણી ઉઘરાણી કરી, સ્થાવર મિલ્કત પડાવી લેવાના ગુના તથા નશાબંધી ધારા ભંગના ગુના આચરનાર તથા ગેરકાયદેસરના ફાયર આર્મ્‍સ હથિયારોની હેરા-ફેરી તથા આંતર રાજ્ય તસ્‍કરી અને અનઅધિકૃત વિસ્‍ફોટકો રાખવાના ગુના તથા સરકારી જમીન ઉપર દબાણ કરી બાંધકામ સહિતના ગંભીર પ્રકારના ગુન્‍હાઓ આચરતી સંગઠીત ટોળકી જેમાં રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર, રબારીકાના મુન્‍ના ઉર્ફે શિવરાજ વિંછીયા સહિત કુલ ૯ ઇસમો વિરૂધ્‍ધ જરૂરી રેકર્ડ અને પુરાવાઓ એકત્રિત કરી, ભાવનગર રેન્‍જ વડા શ્રી.અશોક કુમાર યાદવ સાહેબ ની મંજુરી મેળવી, શ્રી.સરકાર તરફે ફરિયાદ આપી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્‍ટેશન પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G.C.T.O.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧) તથા કલમ-૩(૧) ની પેટા(ર) તથા કલમ-૩(ર) તથા કલમ-૩(૩) તથા કલમ-૩(૪) તથા કલમ-૩(૫)મુજબનો ગુન્‍હો ગઇ તા.૦૯/૦૩/૨૦૨૦ ના રોજ રજી. કરાવવામાં આવેલ.

ગુજરાત રાજ્યમાં બીજી વાર અને સૌરાષ્‍ટ્ર પ્રાંતમાં પ્રથમ વખત અમરેલી જિલ્‍લામાં ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠીત ગુના નિયંત્રણ કાયદો ૨૦૧૫ મુજબ સંગઠીત ગુન્‍હા કરતી ટોળકી વિરૂધ્‍ધ ગુન્‍હો રજી. થયેલ હોય, આ ટોળકીનો સક્રીય સભ્ય શૈલેષ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી વાળો પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ અમરેલી જિલ્‍લામાં ગુન્‍હો આચરી નાસતા ફરતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી તેમના વિરૂધ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે G.C.T.O. સહિત અમરેલી, સુરત શહેર અને પાટણ જિલ્લાના મળી કુલ ૮ ગુન્‍હાઓ ના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં કુખ્યાત આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુ, રહે.દોલતી વાળાનું પગેરૂં મેળવી, પંચમહાલ જિલ્‍લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામેથી ઝડપી લેવામાં સફળતાં મેળવેલ છે.

પકડાયેલ આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુ, ઉં.વ.૨૯, રહે.દોલતી, તા.સાવરકુંડલા, જિ.અમરેલી

ઉલ્‍લેખનીય છે કે, પકડાયેલ આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુ અમરેલી જિલ્‍લાનો કુખ્યાત હિસ્‍ટ્રીશીટર છે. જેના વિરૂધ્‍ધ ખુન, ખુનની કોશીશ, લુંટ, બળ જબરીથી કઢાવી લેવું, અપહરણ સહિતના કુલ ૧૭ ગુન્‍હાઓ નોંધાયેલ છે. જે પૈકી ૮ ગુન્‍હાઓમાં શૈલેષ ચાંદુ પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હતો.

પકડાયેલ આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુનો ગુનાહિત ઇતિહાસ
શૈલેષ નાથાભાઇ ચાંદુ વિરૂધ્‍ધ સને ૨૦૧૩ થી ૨૦૨૦ દરમ્યાન કુલ ૧૭ ગુન્‍હાઓ નોંધાયેલ છે. જે પૈકી નીચે મુજબના ગુન્‍હાઓમાં શૈલેષ નાથાભાઇ ચાંદુ અટક થઇ ગયેલ છે.
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.ફ.૨૩/૨૦૧૩, IPC કલમ-૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર),૧૧૪
(૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.ફ.૩૧/૨૦૧૫, IPC કલમ-૩૦૭, ૩૪, G.P.Act કલમ ૧૩૫
(૩) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટૅ ગુ.ર.નં. ૪૧/૨૦૧૬, IPC. કલમ- ૩૦૨,૨૦૧, ૧૨૦(B)૩૪ તથા કલમ-૨૫(૧) (B)(A), ૨૭(૩), તથા GPAct કલમ-૧૩૫
(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ફ.૦૮/૨૦૧૪, IPC કલમ-૩૮૪,૫૦૪,૫૦૬(ર),૧૧૪
(૫) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૮/૨૦૧૫, IPC કલમ-૫૦૬(ર), G.P.Act ક.૧૩૫
(૬) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૨૧/૨૦૧૫, IPC કલમ-૫૦૪,૫૦૬(ર) ,૫૦૯
(૭) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૨/૨૦૧૬, IPC કલમ- ૩૪૨,૩૨૪,૩૨૩,૫૦૪,૩૫૪,૧૧૪ G.P.Act કલમ-૧૩૫
(૮) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૧૯/૨૦૧૬, આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (B)(A),
(૯) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૪/૨૦૧૯, IPC કલમ-૪૪૭,૩૨૩, ૫૦૪,૫૦૬(૨), ૧૧૪, GP.Act કલમ-૧૩૫

શૈલેષ ચાંદુ નીચે જણાવેલ ગુન્‍હાઓના કામે નાસતો ફરતો હોય, પકડવાનો બાકી છે.
(૧) સાવરકુંડલા રૂરલ પો.સ્‍ટે. પાર્ટ બી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૦૦૧૫૧/૨૦૨૦ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (G.C.T.O.) એકટ-૨૦૧૫ની કલમ-૩(૧)ની પેટા(૧) તથા કલમ-૩(૧) ની પેટા(ર) તથા કલમ-૩(ર) તથા કલમ-૩(૩) તથા કલમ-૩(૪) તથા કલમ-૩(૫)
(૨) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૧૦૩/૨૦૧૮, IPC કલમ-૩૮૫, ૩૮૭, ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર),૫૦૭, ૧૧૪, G.P.Act કલમ-૧૩૫
(૩) રાજુલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૮/૨૦૧૯, IPC કલમ – ૩૦૭, ૩૯૫, ૩૯૭, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧)(B)(A) તથા G.P.Act કલમ-૧૩૫
(૪) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં.૭૯/૨૦૧૯, IPC કલમ-૧૭૪(ક)
(૫) રાજુલા પો.સ્ટે. સેકન્ડ ગુ.રનં. ૬૨/૨૦૧૮, IPC કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ ૩(૨)(૫)(A), ૩(૧)(R)(S)
(૬) પુણા (સુરત) પોલીસ સ્ટેશન સેકન્ડ ગુ.ર.નં. ૨૫૧/૨૦૧૯ IPC કલમ-૫૦૬(૨), ૫૦૭
(૭) હારીજ (પાટણ) પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૧૭૦૦૯૨૦૦૦૬૯/૨૦૨૦ IPC કલમ-૩૦૭, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૪, ૨૯૪, ૧૨૦(બી) તથા આર્મ્સ એકટ કલમ-૨૫(૧) (B)(A)
(૮) કાપોદ્રા (સુરત) પોલીસ સ્‍ટેશન ફર્સ્‍ટ ગુ.ર.નં.૦૪/૨૦૧૯, ઇ.પી.કો. કલમ-૩૬૩, ૩૬૬

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ ની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી એલ.સી.બી. ઇન્‍ચાર્જ પોલીસ શ્રી.આર.કે.કરમટા તથા પો. સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here