સાંસદ મનસુખભાઈ વસાવાની અધયક્ષતામા વાલિયા નેત્રંગ ખાતે બેઠકો યોજાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ભારતીય જનતા પાર્ટી એ વાલિયા નેત્રંગ તાલુકા પંચાયત મા સત્તા પ્રાપ્તિ કર્યા બાદ પક્ષ ની પ્રથમ કારોબારી બેઠક યોજાઇ

ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ના જન્મ જયંતી અવસરે દીન પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ અર્પિત કરાઇ

દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર, મહાન રાષ્ટભક્ત, પ્રખર શિક્ષણશાસ્ત્રી, ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદધેય *ડો, શ્યામા પ્રસાદ મુખર્જી ની જન્મ જ્યંતી નિમિતે દીપ પ્રાગટ્ય કરી ભારતીય જનતા પાર્ટીની વાલિયા અને નેત્રંગ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત બન્યા પછી વાલિયા તાલુકાની પ્રથમ કારોબારી બેઠક, સવારે ૧૧.૩૦ કલાકે, મહિલા કોલેજ, વાલિયા ખાતે તથા બપોરે ૩.૩૦ કલાકે નેત્રંગ તાલુકાની પ્રથમ કારોબારી બેઠક જલારામ મંદિર હોલ, નેત્રંગ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા ની ઉપસ્થિત મા યોજવામાં આવી હતી.

આ બન્ને તાલુકાની ભાજપા  કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહેલા તાલુકાના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, તાલુકાના તમામ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, મંડળના હોદેદારો, વિવિધ સેલના કન્વીનરો તથા તાલુકાના કારોબારી સભ્યો, પેજ કમિટીના પ્રમુખ તથા સભ્યોને *દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વવાળી કેન્દ્ર તથા રાજ્યની સરકારે* સમગ્ર દેશમાં કોરોના મહામારીને રોકવા માટે લીધેલા ઐતિહાસિક નિર્ણયો તથા પ્રજાલક્ષી જનહિતના કાર્યો તથા કોવીડ-૧૯ ની બીજી વેવ થી સાવચેત રહેવા માટેની તૈયારીઓ અને બીજી વેવ સામે લડવા માટે કરેલા ઉપાયો તથા જે રીતે સરકાર લોકોને મફત વેક્સીન આપે છે, તે બાબતે લોકો ભ્રામક પ્રચાર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે, તે માટે સૌ હોદેદાર તથા કાર્યકર્તાઓએ ઘરે-ઘરે જઈને તથા ગામડે ગામડે જઈને લોકોને રસીકરણ માટે પ્રેરિત કરવા તથા સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તાલુકાના છેવાડાના ગામોની સુધી પહોંચાડવા માટે જરૂરી માર્ગદર્શન  સાંસદ મનસુખભાઈ વસાવા એ  આપ્યુ હતુ.

આ બન્ને તાલુકાની કારોબારી બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા સાથે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રીશ્રી નિરલભાઈ પટેલ, માજી. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી બળવંતસિંહ ગોહિલ, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સેવન્તુભાઈ વસાવા, જિલ્લા ભાજપ મંત્રીશ્રી નિશાંતભાઈ મોદી, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા તથા નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ લીલાબેન વસાવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, સંગઠન પ્રમુખશ્રી મનસુખભાઇ વસાવા જિલ્લા મંત્રીશ્રી ભાવનાબેન પંચાલ, જિલ્લા પંચાયત સભ્ય રાયસીંગભાઈ વસાવા તથા વર્ષાબેન દેશમુખ સહીત પાર્ટીના મહાનુભાવો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here