સરકારી-ગ્રાન્ટેડ છાત્રાલયોમાં રહેતા અનુસૂચિત જાતિના 605 વિદ્યાર્થીઓને કુલ રૂ.9,07,500/-ની સહાય ચૂકવાઈ….

ગોધરા,

પ્રતિનિધિ :- ઈશ્હાક રાંટા

કોરોના સંક્રમણના પગલે વહેલા ઘરે મોકલાતા સરકાર દ્વારા નિભાવ ખર્ચ પેટે આર્થિક સહાયનો નિર્ણય

નોવેલ કોરોના વાયરસ સંક્રમણ સામે તકેદારીના પગલાના ભાગરૂપે તા.15/03/2020થી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરી છાત્રોને રજા આપવામાં આવી છે. ત્યારે સરકાર દ્વારા સરકારી હોસ્ટેલો, આદર્શ નિવાસી શાળા, ગ્રાન્ટેડ આશ્રમશાળા અને ગ્રાન્ટેડ છાત્રાલયોમાં રહી અભ્યાસ કરતા બાળકો કે જેમને વહેલા ઘરે મોકલી દેવાયા છે તેવા ધોરણ-10 અને 12 સિવાયના તમામ છાત્રોને એપ્રિલ-2020 માસના નિભાવ ખર્ચ પેટે રૂ.1500/-ની આર્થિક સહાય આપવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામા પણ કલેક્ટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ ગોધરા ખાતેની અનુસૂચિત જાતિની સરકારી કુમાર છાત્રાલયના 24 વિદ્યાર્થીઓને કુલ રૂ.36,000/-ની સહાય, જિલ્લાના શહેરી વિસ્તારની કુલ 3 ગ્રાન્ટેડ હોસ્ટેલના 41 વિદ્યાર્થીઓને કુલ રૂ.62,000/-ની સહાય તેમજ ગ્રામ્ય વિસ્તારની કુલ 8 ગ્રાન્ટેડ હોસ્ટેલના 179 વિદ્યાર્થીઓને કુલ રૂ.2,68,500/-ની સહાય અને 3 ગ્રાન્ટેડ આશ્રમશાળાઓના 361 વિદ્યાર્થીઓને કુલ રૂ.5,41,500/-ની સહાય એમ કુલ મળી 605 વિદ્યાર્થીઓને કુલ રૂ.9,07,500/-ની સહાય જે-તે વિદ્યાર્થીઓ/વાલીઓને બેંક ખાતામાં ડિબીટી દ્વારા જમા કરવામાં આવી છે તેમ ગોધરાના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here