સબકા સાથ સબકા વિકાસ ઓર સબ કા વિશ્વાસના સૂત્રને ડભોઈનગર પાલિકા તંત્ર ઘોળી પી ગયા..

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

ડભોઇ નગરપાલિકાના અણઘડ વહીવટ ને કારણે નગરજનોને ભોગ બનવું પડી રહ્યું છે ડભોઇ નગરના જુદા જુદા વિસ્તારોમાં પાલિકા તંત્ર તૂટેલા ડ્રેનેજ ના ઢાંકના રીપેર કરવામાં અક્ષમ જોવા મળી છે જેને કારણે રાત્રી સમયે રાહદારીઓને અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે સ્ટેશન રોડ ઉપર છેલ્લા એક સપ્તાહ થી નજીક નજીકમાં બે ડ્રેનેજના ઢાંકના તૂટેલી હાલતમાં હોઈ રાહદારીઓમાં ભારે રોશ જોવા મળ્યો છે.

એક બાજુ ડભોઇ નગરપાલિકા ડભોઇ નગરના વિકાસની મોટી મોટી વાતો કરી ડંફાસો મારી રહી છે.જ્યારે બીજી બાજુ નગર ની જનતા મૂળભૂત હક અને પાયાની સુવિધાનો અભાવ કાયમ રહેતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે નગરના જુદા જુદા વિસ્તારોમાં 30 ઉપરાંત ડ્રેનેજ ના ઢાંકના રોડ ઉપર તૂટેલી હાલતમાં છે ડભોઇ નગરના ભક્તકવિ દયારામ રોડ સ્ટેશન રોડ ઉપર 2 જેટલા ડ્રેનેજના ઢાંકના તૂટેલી હાલતમાં હોઈ રાત્રી સમયે મુસાફરી કરતા રાહદારીઓને અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે ત્યારે પાલિકા તંત્ર નિંદ્રાધીન જોવા મળ્યું છે નગરના ડ્રેનેજના ઢાંકના ક્યારે રીપેર થશે તે માટે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે શું નગરનો વિકાસ માત્ર ચોપડા ઉપર જ થઈ રહ્યો હોવાની ચર્ચાએ દર્ભાવતી નગરીમાં જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here