શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવણી: રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, ગુજરાતમાં રમતગમતની પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે માટે અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ (USIS) હેઠળ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરવામા આવી છે.

આજે રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના અધિકારીશ્રીઓ સાથે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, ગોધરામાં ખાતે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધાઓ માટે બેઠક યોજાઈ હતી જેમા આ નિર્ણય કરાયો છે

તેમણે ઉમેર્યુ કે,શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી માટે અર્બન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કિમ હેઠળ રૂપિયા ૧૦ કરોડ ફાળવણી કરાઈ છે જેમાથી૪૦૦ મી. સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, મલ્ટિપર્પઝ ઇન્ડોર હોલ,જિમ્નાસ્ટીક બિલ્ડીંગ,ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here