શા માટે હરમ શરીફ, મક્કામાં ક્યારેય સાઉન્ડ સિસ્ટમ નિષ્ફળ નથી જતી ?

ફરીદ શેખ(ગોધરા)

સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં હરમ શરીફ જેને કાબા શરીફ પણ કહીએ છે જે મુસ્લિમોની સૌથી વધુ પવિત્ર(મુકદ્દસ) જગ્યા તરીકે પણ ઓળખાય છે. વિશ્વની સૌથી મોટી મસ્જિદ પણ હરમ શરીફ જ છે જેના કસ્ટોડિયન સાઉદી અરબના રાજા કિંગ સલમાન પોતે જ છે તેમની નિગરાનીમાં હરમ શરીફનું સંચાલન કરવામાં આવે છે.
પુરા વર્ષ દરમ્યાન મસ્જિદ અલ હરમમાં ઉમરાહ અને હજના શ્રદ્ધાળુઓની અવર-જવર ચાલુ રહે છે, આ દરમ્યાન શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને સહુલત અને સુવિધાઓ મળે તે માટે હરમ શરીફમાં અત્યાધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે, તેમાંની એક હરમ શરીફની સાઉન્ડ સિસ્ટમ છે.

હાલમાં જ હરમેન શરીફેને નામના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી કે મસ્જિદ અલ હરમમાં ક્યારેય સાઉન્ડ સિસ્ટમ ફેલ કેમ નથી જતી ?

હરમ શરીફમાં સાઉન્ડ સિસ્ટમનો મુખ્ય ઉપયોગ અઝાન આપવા, 5 વખતની નમાઝ માટે તથા ધાર્મિક ઉપદેશ વિગેરે. માટે કરવામાં આવે છે જેથી કરીને છેવાડાના હાજી અને નમાઝી સુધી ઇમામ સાહેબનો આવાઝ પહોંચી શકે.

આમ, સાઉન્ડ સિસ્ટમ નિષ્ફળ ન જવાના મુખ્ય કારણો અહીંયા છે.

  • એક મુખ્ય સાઉન્ડ સિસ્ટમ છે જ્યારે અન્ય 2 સાઉન્ડ સિસ્ટમ બેકઅપ તરીકે રાખી છે.
  • ઈમામ સાહેબની જમણી બાજુનું માઇક્રોફોન(માઇક) મુખ્ય હોય છે જ્યારે વચ્ચેનું પ્રથમ બેકઅપ અને ડાબી બાજુનું બીજું બેકઅપ હોય છે.
  • મસ્જિદ અલ હરમના અંદરના ભાગમાં, આંગણામાં, આજુબાજુની ગલીઓ અને રોડ પર થઈને 6000 થી વધુ સ્પીકર મુકવામાં આવ્યા છે. આથી, વિશ્વની સૌથી મોટી સાઉન્ડ સિસ્ટમ તરીકે પણ ગણવામાં આવે છે.
  • હરમ શરિફમાં ઇમામ સાહેબ અને મુઅઝઝીન સાહેબનો આવાઝ સ્પષ્ટ અને બેલેન્સ રહે તે માટે ઇમામ અને મુઅઝઝીનના આવાઝ અને ઢબ પ્રમાણે સાઉન્ડ સેટ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here