શહેરા- રેફરલ હોસ્પિટલ પાસે એલપી ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ જતા અચાનક ખાડામાં પલટી, ચાલક-ક્લીનરને નાનીમોટી ઈજા,કોઈ જાનહાની નહી

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાંથી પસાર થતા હાલોલ-શામળાજી હાઈવે માર્ગ પર આજે લુણાવાથી ગોધરા તરફ જતી એક એલપી ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ જતા એકાએક ખાડામાં ઉતરી જવા પામી હતી. અને ખાડા પાસે રહેલા એક વીજપોલની સાથે અથડાઈ હતી.જેના પગલે શહેરાનગરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.આ અકસ્માતમાં ટ્રકના ચાલક અને ક્લીનરને નાની મોટી ઈજા પહોચતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસડેવામા આવ્યા હતા.બનાવને પગલે લોકોના ટોળા પણ એકઠા થઈ ગયા હતા.
પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા આજે એક મોટી અકસ્માતની ઘટના બની હતી,સુત્રો પાસેથી મળતી અનુસાર લુણાવાડાથી ગોધરા તરફ એક એલપી ટ્રક જઈ રહી હતી.તે સમયે શહેરા રેફરલ હોસ્પિટલ પાસે આ ટ્રકનું સ્ટેરીંગ લોક થઈ જતા ટ્રક રોડની બાજુમાં આવેલા ખાડામા ઉતરી પલટી મારી જવા પામી હતી,ઘટના થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને ઈજા પામેલા ચાલક અને ક્લીનરને દવાખાને પહોચાડ્યો હતો.વધુમાં આ ટ્રક એક વીજપોલ સાથે અથડાતા શહેરાનગરમાં વીજળી પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો.ત્યારે શહેરા મધ્ય ગુજરાત વીજકંપનીની ટીમ પણ આવી પહોચીને વીજપુરવઠો ચાલુ કરવાની તજવીજ હાથ ધરવા પામી હતી.જોકે આ ઘટનામા કોઈ જાનહાની થવા પામી ન હતી.બનાવના પગલે લોકો પણ એકત્રીત થઈ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here