શહેરા નગરમાં સત્યમ વ્યાસ અને તેમના પરિવારજનો લોકડાઉનનો અમલથયો ત્યારથી પોલીસ સ્ટાફને કરી રહ્યા છે ફુડ પેકેટનુ વિતરણ

શહેરા,તા-૩૦-૦૩-૨૦૨૦

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા સહિત સમગ્ર જિલ્લામાં લોક ડાઉન નુ ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. દિવસ અને રાત્રી દરમિયાન પોલીસ તંત્ર પોતાની નૈતિક ફરજ નિભાવી રહ્યા છે. અને નાના-મોટા ધંધા-રોજગાર બંધ રહેતા રોજ કમાઈને ખાનારા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યારે શહેરા નગરમાં પાછલા દસ વર્ષથી સત્યમ ભાઈ વ્યાસનું પરિવાર રહે છે. આ રાજસ્થાનના હોવા છતાં ગુજરાતી લોકો સાથે આ પરિવારને રહેવું બહુજ ગમે છે. હાલની પરિસ્થિતિ ને લઈને હોટલ તેમજ ફરસાણ સહિતની તમામ દુકાનો બંધ છે . સત્યમ વ્યાસ અને તેમના પરિવાર દ્વારા લોકડાઉન નો અમલ થયો ત્યારથી નગર વિસ્તારમાં ફરજ બજાવી રહેલ પોલીસ સ્ટાફ ને ફુડ પેકેટ નુ વિતરણ કરતા હોય છે. આ પરિવારજનો પોતાના કામકાજ બધુ બાજુમાં મૂકીને પહેલા ફુડ પેકેટ બનાવતા હોય છે ત્યાર પછી પોતાનું જમવાનું બનાવતા હોય છે. લોક ડાઉન રહશે ત્યાં સુધી આ રાજસ્થાની પરિવાર આવી જ રીતે ફૂડ પેકેટનું વિતરણ કરતા રહેશે. જેને લઇને સમગ્ર શહેરા નગરમાં માનવતા મહેકી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here