શહેરા નગરમાં શ્રીજી આરોગ્ય ટ્રસ્ટ દ્વારા લોકોને રોગપ્રતિકારક શક્તિની દવા આપવામાં આવી…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

આજે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ નામક મહામારીની સામે જઝુમી રહ્યું છે, ત્યારે આધુનિકતાને સર્વેસર્વાં માનનારા અને વિજ્ઞાનને વરદાન કહેનારા અનેક લોકો નિરાધારની જેમ હાથ પર હાથ મુકીને બેસી રહ્યા છે. હાલ ચીનથી લઈને અમેરિકા સુધી માનવજીવોનું હનન કરનારા કોરોના વાયરસે લાખો લોકોને સંક્રમિત કર્યા છે અને હજુ પણ એના માનવભક્ષી કહેરનો કોઈ અંત નથી દેખાતો…. તેમજ આજદિન સુધી કોરોનાનાં પ્રકોપને કઈ રીતે નાથવો કે પછી રોકવો એ કોઈનેય સમજાયું નથી. માટે આજે ભારત સહીત અનેક દેશોઓમાં સામજિક દુરીને એક માત્ર વિકલ્પ બનાવી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેના કારણે આજે ભારતમાં કોરોના સંક્રમીતોની સંખ્યામાં બીજા દેશો કરતા ઘટાડો જોવા મળી રહ્યો છે, તદઉપરાંત કોરોના ક્યાં પ્રકારનો રોગ છે અને એ કેવા માનવ શરીરોને ઝપેટમાં લે છે એના અભ્યાસ પછી સમસ્ત ભારતભરમાં સરકાર સહીત અનેક સેવાભાવી લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાનું મફતમાં વિતરણ કરી રહ્યા છે. જેથી આ દવા લેનાર માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ યોગ્ય પ્રમાણ રહે અને એનું શરીર કોરોના જેવા રાક્ષસી વાયરસનો સામનો કરી શકે….જેને અનુરૂપ ગત રોજ શહેરા નગરમા શ્રીજી આરોગ્ય ટ્રસ્ટ દ્વારા કોરોના કહેર વચ્ચે ફરજ પરના પોલીસ , હોમગાર્ડ સહિતના સ્ટાફને કોરોના વાઇરસથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવાની દવાનું વિતરણ કરવામાં આવ્યુ છે. આ સાથે નગર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ડોક્ટર અજય ભાવસાર તેમજ ડોક્ટર દીપ દ્વારા 200 થી વધુ લોકોને આયુર્વેદિક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here