શહેરા નગરની અમુક સોસાયટીઓમાં લુખ્ખા તત્વોના કારણે સ્થાનિકો દ્વારા સ્વયં બેરીકેડ મૂકી વિસ્તાર લોકડાઉન કરાયો..

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

શહેરા સિંધી બજારમાં આવેલી હિન્દૂ સોસાયટી ના રહીશો દ્વારા સોસાયટી વિસ્તારમાં બેરીકેડ તેમજ લાકડાની આડાસ ઉભી કરી દેવામાં આવી છે કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ અને ગુજરાતમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે તેનો કડક રીતે અમલ થાય માટે સ્થાનિક પોલીસ કમર કસી રહી છે અને આવતા જતા વાહનચાલકો ઉપરાંત વાહનો ડિટેન કરી કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જે અનુસંધાનમાં શહેરા માં સિંધી બજારમાં આવેલી હિન્દૂ સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા સોસાયટીમાં આવતા લારીવાળા ફેરિયાઓ અંદર પ્રવેશ ના કરે અને રાત્રી તેમજ દિવસ દરમિયાન લોકડાઉન ના કારણે જે લોકોના ઘરમાં પગ નથી રહેતા એવા લુખ્ખા તત્વો સોસાયટી વિસ્તાર માં આવેલ ગલીયારા નો સહારો લઈ પોલીસ થી બચવાનો પ્રયત્ન કરી રહ્યા છે જેના કારણે હિન્દૂ સોસાયટીઓ ના રહીશો અવાજના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકડાઉન ના કારણે મહત્તમ લોકો પોતાના ઘરોમાં આરામ ફરમાવતા હોય છે અને વાહનોના અવાજના કારણે આરામ માં ખલેલ પડતી હોય છે ત્યારે વહેલી તકે આવા ન્યુસન્સ ને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી હિન્દૂ સોસાયટીના રહીશો ની માંગ ઉઠવા પામી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here