શહેરા નગરના મુખ્ય બજાર એવા પોલીસ ચોકીથી ટેકરા સુધીના માર્ગને માર્કેટ વિસ્તાર જાહેર કરી વાહનો માટે પ્રવેશ નિષેધ અથવા માત્ર બેચક્રી વાહનનો પ્રવેશ જાહેર કરી આપવા શહેરા નગરપાલિકાને આવેદને પત્ર આપવામાં આવ્યું

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

મળતી માહિતી મુજબ શહેરા નગર વિસ્તારમાં પોલીસ ચોકી થી લઈને ઉપરવાસના ટેકરા સુધીનો વિસ્તાર આવેલ છે જે વર્ષોથી મુખ્ય બજાર તરીકે વિકસેલ છે. આસપાસની ગ્રામ્ય પ્રજાને પણ ત્યાંથી દરેક રૂટના વાહનો સરળતાથી પ્રાપ્ય હોવાથી અને બસ સ્ટેન્ડ નજીક હોવાથી આ બજાર મોટી સુલભતા ધરાવે છે. અનેક નાના-મોટા દુકાનદારો, લારી -પથારાવાળા પણ આ માર્ગ ઉપર રોજી-રોટી મેળવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.એક રીતે શહેરા નગરવાસીઓ અને આસપાસની ગ્રામ્ય પ્રજા માટે આ વિસ્તાર પ્રણાલીમાં વણાઈ ગયેલ છે અને તેની સાથે દરેક ની લાગણી જોડાયેલ છે. પરંતુ સતત લોકોની અવર-જવર અને ભીડ ના કારણે વિસ્તારમાં ઘણી-વખત વાહનો યાતાયાત ની સમસ્યા ઉત્પન્ન કરે છે. જેનાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. બજાર તો દુકાનો, લારી, પથારા અને પ્રજા થી જ શોભે છે માટે આ વિસ્તારમાં વાહનો માટે પ્રવેશ નિષેધ કરવામાં આવે અથવા માત્ર બેચક્રી વાહન પ્રવેશ એકલો જ ચાલુ રહે અને અન્ય ત્રિચક્રી અને ચારચક્રી તથા ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ કરવામા આવે તેવી ભાવ – ભીની લાગણી અને માંગણી કરવામાં આવી છે.

વધુમાં શહેરા નગરપાલિકાએ લારી – પથારાવાળાને અન્ય જગ્યાની પસંદગી કરવા ના વિકલ્પો આપેલા છે પરંતુ ત્યાં પ્રજા માટે સુલભતા પ્રાપ્ત નથી.અને આજીવિકા રળતા લોકો માટે પણ અનેક અગવડતાઓ રહેલી છે. કન્યા શાળા પાસેનો જે વિકલ્પ આપવામાં આવ્યો છે તેની સાચી માહીતી તો સ્થળ તપાસ થી જ મળી શકે તેમ છે.તથા પ્રજા પણ પોતાની પ્રણાલી માં વણાઈ ગયેલી અને પોતાની લાગણી જોડાયેલી જગ્યામાં વધારે સુલભતા હોવાથી ત્યાંથી જ મોટાભાગની ખરીદી કરવી પસંદ કરે છે.

માટે ઉપરોક્ત માર્ગને જ નગરપાલિકા માર્કેટ જાહેર કરે તેવી લગભગ બધા ની માગણી છે.વાહનો માટે અનેક અન્ય ટૂંકા વૈક્લિપક રસ્તાઓ છે જ. જેથી તેમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી પરંતુ ઉપરોક્ત માર્ગને માર્કેટ અને પ્રવેશ નિષેધ કરવાથી અનેક ની રોજીરોટી સચવાઈ જાય તેમ છે.

પોતાનું બાળક ઊંઘ માંથી જાગી ને ખાવાનું માંગશે એ માટે બાળક ને જગાડવાથી ડરતી ગરીબ માતા અને પોતાનો બાળક રમકડાં કે ખાવાની વસ્તુ માંગશે એ ડરથી બજાર માંથી પસાર થતી વખતે ગલી બદલી ને નીકળતા પિતા, જેવા લોકો આ વિસ્તાર માંથી પેટીયું રળે છે. આવી મજબૂરી તો અનુભવી હોય તે જ જાણે છતાં વિચારસુષ્ટિ ના પડદા ઉપર દ્રશ્ય ભજવી સંવેદના અનુભવવા વિનંતી છે.આવા મજબુર લોકોની આજીવિકા બચાવી લેવા હાથ જોડી ને વિનંતી શહેરા નગરપાલિકા ને કરવામાં આવી છે.આત્મનિર્ભર ભારત બનાવવા ઈચ્છતા માનનીય પ્રધાનમંત્રી શ્રી ના સ્વપ્ન માં લોકોની આત્મનિર્ભરતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. સંવેદનશીલ સરકાર માં પ્રજા ની આ સંવેદના ને માન આપી યોગ્ય નિર્ણય કરી અનેક ના પેટ પાળતા લોકોની રોજીરોટી ના હિતમાં ઘટતું વહેલી તકે કરી આપવા વિનંતી કરવામાં આવી છે.જેથી શહેરા નગરપાલિકા સંવેદનશીલ સરકાર માં પ્રજા ની આ સંવેદના ને માન આપી યોગ્ય નિર્ણય કરી અનેક ના પેટ પાળતા લોકોની રોજીરોટી ના હિતમાં ઘટતું વહેલી તકે કરે તેવી લોકો આશા રાખી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here