શહેરા નગરના કસ્બા વિસ્તારમાં લોકડાઉનની સ્વયંભૂ અમલવારી….પંચના નિર્ણયે તમામ રસ્તાઓ સીલ કરાયા…

શહેરા,

પ્રતિનિધિ :- ઇમરાન પઠાણ

કસ્બા પંચ કમિટીના પ્રમુખ રશીદખાન પઠાણે લોકોને મોઢા પર માસ્ક પહેરવા તેમજ ઘરમાં રેહવા અનુરોધ કર્યો…

આજે સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી હેરાન પરેશાન થઇ રહ્યું છે, દુનિયાના ખ્યાતનામ એવા અનેક દેશો કોરોનાની સામે ઘૂંટણે પડ્યા છે જયારે જગત જમાદાર એવા અમેરિકાની દશા દુર્દશા બની ગઈ છે. અમેરિકામાં લાખો લોકો કોરોનાથી સંક્રમિત થઇ પીડાઈ રહ્યા છે જ્યારે હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં પણ કોરોનાનો અજગરી ભરડો ધીરે-ધીરે વધી રહ્યો છે હાલ ઉગતા-આથમતા સુરજની સાથે દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે આજનો દરેક માનવી ભયના ઓથા હેઠળ જીવી રહ્યો છે. આજે દિનપ્રતિદિન કોરોનાનો વધતો સંક્રમણ દેશ,સીમા,જાતી, ધર્મ અને ઊંચ-નીંચ જોયા વગર માત્ર માનવ જીવન પર આક્રમણ કરી રહ્યો છે. આ અદ્રશ્ય દુશ્મનને નાથવ માટે વિશ્વના કોઈ પણ ધર્મગુરુ, સુફી,સંત-મહંત,રેસ્નાલીસ્ટ તેમજ વૈજ્ઞાનિક નિરાધારની જેમ હાથ પર હાથ મૂકી બેઠા છે આવા કપરા સમયમાં આજે એક માનવી બીજા માનવીના હિત માટે પરસ્પર દુરી જાળવી રાખે એ ખુબજ મહત્વનું છે. એટલે કે માનવ સુરક્ષા કવચ એવા લોકડાઉન ચુસ્તપણે પાલન કરવું અત્યંત જરૂરી છે. જેને ધ્યાનમાં લઇ ગત રોજ શહેરા નગરના કસ્બા વિસ્તારમાં આવવા-જવા માટેના તમામ રસ્તાઓ બંધ કરી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવાનો નિર્ણય લેવાયો છે.

અમારા પ્રતિનિધિ થકી મળતી વિગતો મુજબ હાલ દેશ સહીત ગુજરાત રાજ્યમાં પણ કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે તેમજ પંચમહાલ જીલ્લામાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૦ પાર પહોંચી ગઈ છે માટે હાલ દરેક નાગરિકે પ્રસાસનને મદદરૂપ થવા પોતાની સાવચેતી જાતે જ રાખવી હિતવાહ બની ગઈ છે. કારણ કે આજે માનવભક્ષી એવા કોરોના વાયરસને નાબુદ કરવાની કોઈ દવા નથી તેમજ આ વાયરસ ચેપી રોગની જેમ એક બીજાના સંક્રમણથી ફેલાય છે. જેથી માનવ સુરક્ષા કવચરૂપે લોકડાઉન એકમાત્ર વિકલ્પ છે અને એ વિલ્ક્પને ધ્યાનમાં લઇ શહેરા કસ્બા પંચ કમિટીના પ્રમુખ રશીદખાન પઠાણે નિર્ણય લઇ કસ્બા વિસ્તારના તમામ રસ્તાઓને સીલ કરી દીધા છે. અને કસ્બા વિસ્તારમાં રેહનાર દરેક વ્યક્તિને અનુરોધ કર્યો છે કે દરેક વ્યક્તિ મોઢા પર ફરજીયાત માસ્ક પહેરે અને પોત પોતાના ઘરમાં રહે તેમજ ઘરમાં પણ એક બીજાથી પરસ્પર દુરી જાળવી રાખે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here