શહેરા તાલુકાના વલ્લભપુર ગામના તળાવના વિવાદને લઈ વિરોધપક્ષના નેતા દ્વારા આત્મવિલોપનના પ્રયાસને પોલીસે વિફળ બનાવ્યો

શહેરા, (પંચમહાલ)  ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામના સર્વે નંબરમાં આવેલા તળાવને ઉઁડૂં કરવાની રોકવાની કામગીરીના મામલે શહેરા તાલૂકા પંચાયતના વિપક્ષના નેતા જે.બી.સોલંકીએ ગતરોજ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી.અને
કામગીરી રોકવાના મામલે આત્મવિલોપનની ચીમકી આપવામા આવી હતી.ત્યારે બીજા દિવસે આત્મવિલોપન કરે એ પહેલા શહેરા પોલીસે બસ સ્ટેશન પાસેથી અટકાયત કરી હતી.

શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલા 977મા તળાવને અગાવ સમયમાં જમીન દોસ કરવાના વલ્લભપુર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો જેમા શહેરા તાલુકાના વિરોદ્ધપક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા પંચમહાલ જિલ્લાના કલેકટર ને જે.બી.સોલંકીએ રજુઆત કરી ઠરાવને ખારીજ કરાવ્યો હતો જ્યારે જે.બી સોલંકી દ્વારા તેજ તળાવને ઊંડું કરવાની પરવાનગી ગોધરા કલેકટર કચેરીથી મેળવી હોય ત્યારે આજરોજ વલ્લભપુર ગામે ભરાયેલી સામાન્ય સભામાં આ પરવાનગી ને માન્ય ન ગણી તળાવને જેતે સ્થિતિમાં રાખવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો ત્યારે આ ઠરાવને લઈ શહેરા તાલુકાના વિરોધપક્ષના નેતા જે.બી સોલંકી દ્વારા શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આવી તાલુકા વિકાસ અધિકારી સમક્ષ આ થરાવમાં 10 જેટલા માણસોની સહી કરી આ સરકાર દ્વારા ઊંડા કરવામાં આવતા તળાવને રોકવામાં આવી હોવાની રજુઆત સાથે કાલ સુધીમાં જો ઠરાવ કરવા વાળા વિરૃદ્ધ કાયદેસર કાર્યવાહી નહિ કરવામાં આવેતો જે.બી.સોલંકી તથા 10 જેટલા કાર્યકરો સાથે રાખી આત્મવિલોપની ચીમકી આપવામાં આવી હતી.જેના પગલે આજે શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરવા જાય તે પહેલા બસ સ્ટેશન ખાતેથી અટકાયત કરવામાં આવી હતી.અને શહેરા પોલીસ મથક ખાતે જે.બી.સોલંકીને લાવામા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here