શહેરા તાલુકાના નવીવાડી ગામેથી શ્રાવણીયો જુગાર રમતા પાંચ જુગારીયાઓને બે બાઈક તેમજ રોકડ મળી રૂ.૫૨,૪૭૦ ના મુદ્દામાલ સાથે શહેરા પોલીસે ઝડપી પાડ્યા…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

ચાર જુગારીયા ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નવીવાડી ગામે તળાવની પાળ ઉપર આવેલ મંદિરની પાછળના ખુલ્લા ભાગે કેટલાક ઈસમો ભેગા મળી શ્રાવણીયો જુગાર રમતા હોવાની બાતમી શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર.ચૌધરીને મળી હતી તે બાતમીના આધારે પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.એમ.મછાર સહિતના સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જુગારધામ પર પાનાપત્તાનો હારજીતનો શ્રાવણીયો જુગાર રમતા પાંચ જુગારીયા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા, જ્યારે ચાર જુગારીયા પોલીસની રેડ દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.પોલીસે ચાર જુગારીયાને ઝડપી પાડી અંગ ઝડતી દરમિયાન અને દાવ ઉપર મુકેલ રૂ.૧૭,૪૭૦ તેમજ બે બાઈક મળી કુલ રૂ.૫૨,૪૭૦નો મુદ્દામાલ કબ્જે કરી શહેરા પોલીસ મથકે ૯ જેટલા જુગારીયાઓ સામે જુગારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

ઝડપાયેલા આરોપીઓ
(૧)વિનુભાઈ કાળુભાઈ પરમાર રહે.ખેડા,
(૨)નરેશભાઈ ગણપતભાઈ પરમાર રહે.મહી ઈટાડી તા.ગળતેશ્વર,
(૩)સુનીલ દાજીભાઈ માછી રહે.નવીવાડી તા.શહેરા
(૪)જીતેન્દ્રસિંહ કનકસિંહ સોલંકી રહે.નવીવાડી તા.શહેરા અને ગોકળભાઈ જીવાભાઈ માછી રહે.જુના વલ્લવપુર

ભાગી છૂટેલ આરોપીઓ.
(૧)જશવંતસિંહ ભવાનસિંહ સોલંકી રહે.નવીવાડી,
(૨)ભરતભાઈ અરવિંદભાઈ માછી રહે.નવીવાડી,
(૩)દિનેશભાઈ રામાભાઈ માછી રહે.નવા વલ્લવપુર,
(૪)લક્ષ્મણભાઈ બાબરભાઈ માછી રહે.જુના વલ્લવપુર તા.શહેરા)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here