શહેરા : ઠાકરીયા પ્રાથમિક શાળાના 256 વિદ્યાર્થીઓને ચપ્પલ વિતરણ કરાયા…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના ધામણોદ ક્લસ્ટરના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ઠાકરિયા પ્રા.શાળામાં અભ્યાસ કરતા 256 જેટલા સામાન્ય પરિવારના બાળકો માટે શાળા પરિવાર દ્વારા ₹.10000/- (દસ હજાર) નો ફાળો એકત્ર કરી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા હતા. ઠાકરીયા પ્રા.શાળાના આચાર્ય ચંદનસિંહ પર્વતસિંહ બારીઆ તેમજ સ્ટાફમાં ભગવતભાઈ પટેલ, રામાભાઈ વણકર, જિજ્ઞાસાબેન પટેલ, ભૂપતસિંહ પટેલ, સતિષભાઈ પગી, રમણભાઈ ઠાકોર, મીનાક્ષીબેન ચૌહાણ, સંગીતાબેન ગાંવીત તેમજ કિરણભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીના હિત માટે કરેલ ઉત્તમ પ્રયાસને બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમાર તેમજ શહેરા શિક્ષણ પરિવાર તેમના ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવી અભિનંદન પાઠવી તેમની ઉત્તરોત્તર પ્રગતિ માટે અભ્યર્થના વ્યક્ત કરી હતી. ચપ્પલ વિતરણ દરમિયાન કોવિડ – 19 ની અદ્યતન ગાઈડલાઈન અને શિક્ષણ વિભાગની SOP અનુસરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here