લોકડાઉન દરમ્યાન ગરીબોની વ્હારે આવ્યા ગુજરાત અલ્પ સંખ્યક નાણા નીગમ ચેરમેન સુફી મેહબુબ અલી ચિશ્તી…

ભરૂચ,

પ્રતિનિધિ :- મલેક યાસદાની

કોરોના મહામારીના કપરા સમયમાં માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી જરૂરીયાતમંદોને ૭૫૦ જેટલી અનાજ કીટનુ વિતરણ કર્યું

ભરૂચ જીલ્લાના વિવિધ ગામો ઉપરાંત સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમા જરૂરીયાતમંદોની વહારે આવી સોશ્યલ ડીસ્ટન્ટ અને સરકારના દિશા નિર્દેશોના ચુસ્ત પાલન સાથે ગુજરાત અલ્પસંખ્યક નાણા નીગમ ચેરમેન અને અટોદરા દરગાહ સરીફના સજ્જાદા સુફી મેહબુબ અલી ચિશ્તી  અને એમની ટીમ દ્રારા ૭૫૦ જેટલી અનાજની કીટનુ વિતરણ કરી માનવતાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરાતા ધંધા રોજગાર સંપૂર્ણ ઠપ થઈ જતા રોજ કમાય ને રોજ ખાતા નાના ધંધાદારી તેમ જ શ્રમિકોને આર્થીક રીતે પડી ભાગતા કપરી પરીસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આવી વિકટ પરીસ્થિતિમા  જ્યારે દેશમા  વિવિધ સામાજીક સંસ્થોઓ જરૂરતમંદોની મદદ માટે આગળ આવી રહી છે જરૂરીયાતમંદોને આવશ્યક ચીજ વસ્તુઓ,ભોજન અને અનાજ કીટનુ વિતરણ કરી રહી છે ત્યારે ગુજરાત અલ્પસંખ્યક નાણા નીગમ ચેરમેન અને અટોદરા દરગાહ સરીફના સજ્જાદા સુફી મેહબુબ અલી ચિશ્તી  અને એમની ટીમ ભરૂચ જીલ્લાના જરૂરીયાતમંદોની વહારે આવી ભરૂચ જીલ્લાના કસક,નબીપુર,માછ,જંઘાર,ઈખર,પરયેજ અને કરજણ વગેરે ગામોમા ૨૫૦ અને સુરત જીલ્લાના વિવિધ ગામોમા તેમ જ સુરત સીટીમા ૫૦૦  જેટલી અનાજ કીટનુ વિતરણ કરવા આવ્યુ હતુ 
.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here