લીમડી ગ્રામ પંચાયતના યંગેસ્ટ સભ્ય ઉત્કર્ષભાઈ શર્માએ જાતે તમામ ફળિયા અને સોસાયટીમાં સેનિટાઇઝર કર્યું…

લીમડી,(દાહોદ)

પ્રવાસી પ્રતિનિધિ,

લીમડી ગ્રામ પંચાયત દ્વારા આ મહામારી લીમડી નગરનાં લોકોમા ના ફેલાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

કોરોના વાઇરસની માહામારી હાલ ભારત દેશ સહીત સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, તેવામાં કોરોના જેવા ભયાનક રોગમાં સહાયના ધોધ વહેવા માંડ્યા છે ત્યારે લીમડી ગામની ગ્રામ પંચાયત દ્વારા આ મહામારી લીમડી નગરનાં લોકોમા ના ફેલાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને લીમડી ગ્રામ પંચાયતના સરપંચ તથા તેના સભ્યો દ્વારા લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખી અનેક પ્રકારની સહાય કરવામાં આવી રહી છે. ત્યારે લીમડી ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દરેક વોર્ડમા કવોરંટાઈન કરેલ લોકોને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે અને ગ્રામ પંચાયતના યંગેસ્ટ સભ્ય ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા લીમડી નગરમાં તેમનું વોર્ડ ના હોવા છતાં તમામ ફળિયા અને સોસાયટીમાં જઈને અને જ્યાં બહારથી આવેલ શ્રમિકોને સ્કૂલોમાં રહેઠાણ કરવામાં આવ્યા હતા ત્યાં પણ સભ્ય ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા જાતે જઈને તે જગ્યાને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. અને સાથે માનવતા મહેકાવી અન્ય તમામ પ્રકારની સેવાઓ પણ ઉત્કર્ષ ભાઈ શર્મા દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here