રાજપીપળા સહીત પંથકમાં ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સાંજના ચારેક વાગ્યાના સુમારે વરસાદ થતાં લોકોએ ગરમીમાં રાહત અનુભવી જ્યારે ભૂલકાઓએ વરસાદમાં પલળી આનંદ લુટ્યો

હવામાન વિભાગની આગાહી અનુસાર નર્મદા જિલ્લા સહિત ના રાજપીપળા પંથકમાં આજ રોજ સાંજના ચારેક વાગ્યાના સુમારે આસમાનમાં કડાકા ભડાકા અને ગાજવીજ સાથે કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વરસાદ વરસ્યો હતો વરસાદથી લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી જ્યારે ભૂલકાઓએ વરસાદમાં પલળી ને આનંદ લુટ્યો હતો.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસસ્સે એવી હવામાન વિભાગ દ્વારા અગાઉથી જ આગાહી કર્યા અનુસાર આજરોજ સવાર થીજ આસમાનમાં વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું, આજ સાંજના ચારેક વાગ્યાના સુમારે નર્મદા જિલ્લાના રાજપીપળા પંથક સહિત નગર તેમજ વિવિધ વિસ્તારોમાં આસમાનમાં ભારે કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો વરસાદથી ખેતીના પાકને તેમજ કેરીના પાકને નુકસાન જવાની ભિતી થી ખેડૂતોમાં ભય જોવા મળી રહ્યો છે, વરસાદ થતાં વાતાવરણ માં જે ઉનાળાની ગરમી પ્રચંડ બની હતી તેમાં લોકોએ થોડી રાહતનો દમ ભર્યો હતો પરંતુ ધરતીપુત્રો પોતાના ખેતીના પાકને નુકસાન જવાની ભીતિ સેવી રહ્યા છે.
વરસાદ થતાં રાજપીપળા નગરના મુખ્યમાર્ગો સુમસામ બન્યા હતા અને લોકોની ચહેલ પહેલ પર અસર જોવા મળી હતી, જોકે ભૂલકાઓએ વરસાદનો વરસાદમાં પલડી અને મુકતમને આનંદ ઉઠાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here