રાજપીપળા યુવાન સમીર પંચાલે કોરોના સંક્રમણથી બચવા વેસ્ટમાંથી બેસ્ટ સેનેટાઇઝર બનાવી

રાજપીપળા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

આ ટનલની કિંમત લગભગ 12000 રૂપિયા જ છે

આ ટનલ બનાવવા માટે પીવીસી પાઇપ નો ઉપયોગ કર્યો છે, જ્યારે સ્પ્રે કરવા માટે દવા છાંટવાના પંપની નોઝલનો ઉપયોગ કર્યો છે

સમીર પંચાલ પાસેથી નર્મદા આરોગ્ય વિભાગે એક અને એલ એન્ડ ટી કંપની બે ટનલ ખરીદી

કોરોના વાયરસના સંક્રમણથી બચવા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલાં ભરવા લોકોને જાગૃત કરાય છે. ગુજરાતની મોટે ભાગની હોસ્પિટલોમાં અને આરોગ્ય કેન્દ્રોમાં માણસનું આખું શરીર સેનેટાઈઝ થઈ જાય એ માટે સેનેટાઈઝર ટનલ મુકવામાં આવે છે એની કિંમત લાખોમાં હોય છે. પણ નર્મદા જિલ્લાના રાજપીપળા યુવાન સમીર પંચાલે વેસ્ટમાંથી બેસ્ટ સેનેટાઈઝર ટનલ બનાવી છે. આ ટનલની કિંમત લગભગ 12,000 રૂપિયા જ છે.
સમીર પંચાલે ગુજરાત એક્સક્લુઝીવ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે, હું રોજ ટીવી પર ટનલ વિશે જોતો હતો પણ એનો ભાવ લાખોમાં હતો. આ ટનલ બનાવવા માટે પીવીસી પાઇપોનો ઉપયોગ કર્યો છે. જયારે સ્પ્રે કરવા માટે દવા છાંટવાના હેન્ડપંપની નોઝલનો ઉપયોગ કર્યો છે. જયારે આ ટનલને ચાલુ કરવા માટે મોટરનો ઉપયોગ કરી શકાય છે. આખી ટનલ બનાવતા લગભગ 3 કલાકનો સમય લાગે છે. આ ટનલથી પૈસા પણ બચશે અને લોકો વધુ ઉપયોગ કરે તો કોરોના વાયરસ સામે રક્ષણ મળી શકે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, જો આજુબાજુના ગામડામાં આ સેનેટાઇઝર ટનલનો ઉપયોગ કરવામાં આવે તો આખા ગામમાં સેનેટાઇઝર કરવાની જરૂર નહિ રહે. સમીર પંચાલ પાસેથી નર્મદા આરોગ્ય વિભાગે એક અને એલ એન્ડ ટી કંપનીએ 2 ટનલ ખરીદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here