રાજપીપળા પંથકમાં વરસાદ ખેંચાતા વાવણી કરેલ ખેડુતોની દયનીય હાલત – ડેમ માથી પાણી છોડવાની માંગ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરપંચ પરિષદ ના દક્ષિણ ઝોન નર્મદા  પ્રમુખ નિરંજન વસાવા ને ખેડુતો એ રજુઆત કરતા કરજણ ડેમ માથી પાણી છોડવાની શક્યતાઓ

રાજપીપળા પંથકમાં ચાલુ ચોમાસા ની સીઝન દરમ્યાન થોડોક વરસાદ થયા બાદ અચાનક જ વરસાદ ગાયબ થતા પોતાના ખેતરમાં વાવણી કરેલ ખેડુતો ની દયનીય હાલત થદ્મઇ છે , વરસાદ ન થતા કાગડોળે વરસાદ ની રાહ જોતો ખેડુત કારમી મોંઘવારી મા કુદરત ભરોસે રાહ જોઈ બેઠો છે . આ મામલે સરપંચ પરિષદ ના દક્ષિણ ઝોન ના નર્મદા  પ્રમુખ નિરંજન વસાવા ને ખેડુતો એ કરજણ ડેમ માથી પાણી છોડાવવા ની રજુઆત કરી હતી.

સરપંચ પરિષદ ના નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા એ આ બાબતે જણાવ્યું હતું કે છેલ્લા ચાર પાંચ દિવસથી મારા પર ખેડૂત મિત્રોના ફોન કોલ આવ્યા અને કેટલાક ખેડૂતો રૂબરૂ પણ મને મળ્યા આ વિસ્તારમાં ખેડૂતોનો મુખ્ય પાક શેરડી.કપાસ.કેળો અને અત્યારે હાલ ચોમાસાની ઋતુ છે જુવાર તુવેરો કપાસ જેવા વિવિધ પ્રકારના પાકો અત્યારે ખેડૂતો કરી રહ્યાં છે છેલ્લા 20/25 દિવસથી ખેતી લાયક  વરસાદ પણ પડી રહ્યો નથી ખેડૂતોએ ખૂબ મોટા પ્રમાણમાં ચોમાસાના પાકનું વાવેતર પણ કરી દીધું છે ઘણા બધા ખેડૂતો વાવેતર કર્યાબાદ વરસાદ ન પડવાના કારણે કેટલાક ખેડૂતો ને પાક પણ સુકાઈ જઈ રહ્યો છે એ માટે ખેડૂતોએ રજૂઆત કરી કે કરજણ ડેમ નું પાણી  આપણા વિસ્તારમાં છોડાવો કે જેથી કરીને કેળ ,  શેરડી. કપાસ તુવેર જુવાર અને વિવિધ શાકભાજીના અમારા પાક બિયારણ બગડે નહીં .

ખેડૂતો ની વાતો ને  ધ્યાને લઇ  તાત્કાલિક કરજણ ડેમના અધિકારી ઓને  ખેડૂતોના જે પ્રશ્નો હતા અને એમની વેદના  જણાવી જેથી કરીને કરજણ ડેમ સત્તાવાળાઓ ને  ખરેખર લાગ્યું કે વરસાદ પડી નથી રહ્યો, જેથી કરીને  કરજણ ડેમમાંથી પાણી છોડવું પડશે કે જેથી ખેડુતો ના પાક ને બિયારણના નુકશાન ન થાય , ખેડુતો ના પાક ને જીવન આપવા કરજણ ડેમ માથી પાણી છોડવાની તાંતી જરુરીયાત છે તયારે ડેમ ના અધિકારીઓ હવે કયારે ખેડુતો ને કેનાલો દ્વારા પાણી પુરુ પાડે છે તે જોવુ રહયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here