રાજપીપળા નગરપાલિકાના સફાઈ કર્મચારીાઓને નોકરીમાંથી છૂટા કરાતા કર્મચારીઓનો પાલિકામાં હલ્લાબોલ…

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

કર્મચારીઓની ભીડ કચેરીમા ધસી આવતા પોલીસ કુમક બોલાવવી પડી

કોરોનાના કહેરના કારણે લાગેલ લોકડાઉનમાં પણ પગાર ચુકવાયા નથી…સફાઈ કામદારને સેનેટાઇજર કે માસ્ક પણ અપાતા નથી…!!

કોરોનાની મહામારી વચ્ચે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.લોકડાઉનમાં એક તરફ લોકોના ધંધા રોજગાર બંધ છે લોકો કફોડી હાલતમાં જીવનજીવી રહ્યા છે ત્યારે જ રાજપીપળા પાલિકાના રોજમદાર સફાઈ કર્મચારીઓને મેહેકમના આધારે છુટા કરાતા કર્મચારીઓએ પાલિકામાં હલ્લા બોલ કર્યો હતો.રાજપીપળા નગરપાલિકા ભાજપ કોગ્રેસ અને અપક્ષો બધા સાથે હળીમળીને ચલાવી રહ્યા છે પરંતુ વિકાસના નામે પાલિકા તંત્ર શુન્ય છે જનતાની ફરિયાદ કોઇ સાંભળતું નથી, દલાતરવાડીના ખેતરની જેમ નગરજનો હવે એને ઓળખી રહયા છે.
હાલમાંજ આવેલા નવા ચીફઓફિસર દ્વારા મંજૂર મહેકમથી વધારે કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણયકોરોનાની મહામારી વચ્ચે જ લેવામાં આવતા રાજપીપળા નગરપાલિકામાં રોજમદાર સફાઈ કર્મચારીઓએ હલ્લા બોલ કરી પોતાની માંગો પાલિકાના ચીફ ઓફિસર પાસે લઈ પહોંચ્યા હતા.રોજમદાર સફાઈ કામદારોએ રીતસરના ચીફ ઓફિસરનો ઘેરાવો કર્યો હતો બાદમાં ચીફ ઓફિસરે પોતાના રકણ માટે પીલીસ બોલાવવાની ફરજ પડી હતી.

રાજપીપળા ટાઉન પી.આઈ આર.એન રાઠવા સહિત પોલીસ કાફલો પાલિકા કચેરીએ પોહચ્યો હતો બાદ સફાઈ કર્મીઓના આગેવાનો, પાલિકા ચીફ ઓફિસર અને પોલીસ સાથે બેઠક બાદ રોજમદાર કર્મચારીઓને મહેકમ મુજબ છૂટા ન કરવા તેમજ પગાર બાબતે ગ્રાન્ટ આવે એટલે પગાર કરવા ચીફ ઓફિસરે બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

આ બાબતે રોજમદર સફાઈ કર્મચારીઓએ જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં અમે કામ કર્યું છે છતાં પગારો થતા નથી.ઉપરાંત અમને કોઈ પ્રોટેક્શન કે સેનેટાઈઝર કંઈ જ મળતું નથી.શુ અમે જાનવર છે અમારા સ્વાસ્થ્યનું શુ એવાં વેધક સવાલ કર્મચારીઓએ ઊભા કર્યા હતા .
દલીલ પણ વ્યાજબી છે શુ નાણાં વગર પાલીકા ચાલે છે?
લોકડાઉન નીકપરી પરિસ્થિતિમાં સફાઈ કામદાર પોતાના જીવન ના જોખમે સેવા બજાવી રહ્યા છે તેમને સન્માનિત કરવા જોઈએ એની જગ્યાએ છુટ્ટા કરવામાં આવી રહયા છે. “બોલો છે ને દલાતરવાડીની વાડી” …..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here