રાજપીપળા નગરપાલિકાના વેરા વધારા મુદ્દે વિરોધના વંટોળ…

રાજપીપલા (નર્મદા)
આશિક પઠાણ

વિરોધીઓએ પ્રાનતઅધિકારી પાસે માગી જાહેર સભા કરવાની અનુમતિ

કોરોનાની મહામારી જેવા વિપરીત સમયમાં રાજપીપળા પાલિકા દ્વારા વેરા વધારવાની કાર્યવાહી હાથ ધરાતા લોકોમાં આક્રોશ ફેલાયો છે.વેરા વધારવા મુદ્દે પાલિકાના સદસ્યો જ બે ભાગમાં વેહેંચાય ગયા છે કુલ 24 સદસયો પૈકી 18 વેરો વધારવાનું સમર્થન કરી રહ્યા છે તો બીજી બાજુ 6 સદસયો વિરોધ કરી રહ્યા છે ,શહેર ભાજપના હોદ્દેદારો પણ વેરા વધારો ઝીંકવાના મુદ્દે વિરોધ નાજ મુડ મા છે , આ તમામની વચ્ચે વેરા વધારાની કાર્યવાહી સ્થગિત કરવાનું બીડુ ઉઠાવનારા અપક્ષ સભ્ય મહેશ સરાધ વસાવા (મનકા )એ લોકોને જાગૃત કરવા જાહેસભા કરવાની માંગ કરતી રાજપીપળા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરતા પાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
મહેશ વસાવા એ તો પાલિકા દ્વારા રજુ કરવામા આવેલ ચાલુ નાણાંકરી વર્ષ ના બજેટ ઉપર પણ પશ્રો ઉભા કર્યા છે, બજેટ મા જયારે જાવક કરતા આવકના સાધન વધારે બતાવાયા તો પછી નગરપાલિકા કર્મચારીઓના પગાર કરવા કેમ ફાંફા મારી રહી હોવાનું પણ ધડાકો કરેલ છે.

નીતિ વિષયક બાબતોમાં સરક્યુલર ફેરવી ઠરાવ કરવો લોકશાહી ની હત્યા : પૂર્વ પ્રમુખ મહેશ વસાવા

રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ અપક્ષ સભ્ય મહેશ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે, રાજપીપળા પાલિકાએ સર્ક્યુલર ઠરાવથી પાલિકા અધિનિયમ અને લોકશાહીના વિરુદ્ધમાં વેરા વધારાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એક પાઈ પણ વેરો વધવો ન જોઈએ.આ નીતિ વિષયક બાબતની ચર્ચા કર્યા વિના વેરો વધારવો એ લોકશાહીનું અપમાન છે. આજે જે પણ સભ્યએ વેરા વધારાના સર્ક્યુલર ઠરાવમાં સંમતિ આપી છે એ યોગ્ય ન કહેવાય. ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત વેરો નથી વધારતી તો પાલિકાએ પણ ન વધારવો જોઈએ. નાંદોદ તાલુકામાં અત્યાર સુધી યોજાયેલી તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા-લોકસભા ચૂંટણીમાં લોકોએ ભાજપ-કોંગ્રેસને 95% મત આપ્યા છે, તો એ જ પાર્ટીએ આજે પ્રજાનો વિશ્વાસ તોડ્યો છે. અમે શહેરની પ્રજા સાથે આ બાબતે ચર્ચા કરવા અને જાગૃતિ માટે જાહેરસભાની માંગણી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here