રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાનું ચોંકાવનારું નિવેદન…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આગામી પાંચ છ મહિનામાં વિધાનસભાની ચુંટણીઓ : સાંસદ મનસુખ વસાવા

ફોટા પડાવતા કાર્યકરો ને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ટકોર કેટલાંક કાર્યકરો માત્ર ફોટો પડતી સૂઈ જાય છે

રાજપીપળા ખાતે આવેલા મૂખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાજપા ના કાર્યકર્તા સ્નેહ મિલન કાર્યક્રમ માં ભાજપા ના કેટલાક નામ વટાવતાં કાર્યકરો ને આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતુ કે કેટલાક કાર્યકરો માત્ર ફોટો જ પડાવતાં હોય છે ફોટો સેશન કરી ને સૂઈ જાય છે મુખ્યમંત્રી ના આ ધડકેદર નિવેદન થી ઉપસ્થિત માત્ર નામ નાજ કાર્યકરો મા સોંપો પડી ગયો હતો.

જ્યારે કાર્યક્રમ માં ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવા એ વિધાનસભા ની ચુંટણી ઓ ની આગાહી કરી નાખતા સહુને અચંબા માં નાખ્યા હતા. સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતુ કે આગામી પાંચ છ મહિનામાં વિધાનસભા ની ચુંટણી ઓ આવશે !! અને ચૂંટણીઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની આગેવાની માં લડાસે. આ અગાઉ પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ પોતાના એક નિવેદન મા આગામી વર્ષ ડિસેમ્બર માં ચૂંટણીઓ યોજાશે નું જણાવી ચૂક્યા હોય સાંસદ ના નિવેદન થી અટકળો નો દોર શરૂ થયો હતો. શું વિધાનસભા ની ચુંટણી ઓ તેના નિર્ધારિત સમય થી વ્હેલી યોજાશે ? શું ઉત્તરપ્રદેશ સાથે ચૂંટણી યોજાય શકે છે ? વિધાનસભા નું વિસર્જન કરી વ્હેલી ચુંટણી યોજવામાં આવશે ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here