રાજપીપળા ખાતે બેંકો સહિત વીજ કંપનીના બાકી લેણાં માટે લોક અદાલત યોજાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ગ્રાહકો સાથે નાણાંકીય માંડવાળ થતા NPA મા ઘટાડો –SBI મેનેજર સૌરભ શર્મા

લોક અદાલતો યોજી અદાલતો મા થતા કેસો ના ભારણ ને હળવા કરવાનો સરાહનીય પ્રયાસ વર્ષો થી થઇ રહ્યો છે જેમાં ખાસ કરીને ભરણ પોષણ , દહેજ ઉતપિડન , બેંકો ના બાકી લેણાં , વીજ કંપની ના બાકી લેણાં ના વર્ષો થી અદાલતો મા ચાલતા કેસો નુ ઝડપી નિરાકરણ લાવવા મા આવે છે . આજરોજ રાજપીપળા ની અદાલત ખાતે બેંકો સહિત વીજ કંપની ના બાકી લેણાં માટે લોક અદાલત યોજાઇ હતી.

બેંકો સહિત વીજ કંપની ના બાકી લેણાં માટે ની યોજાએલ લોક અદાલત માં બેંક ઓફ બરોડા સહિત યુનિયન બેંક અને સ્ટેટ બેન્ક ના અધિકારીઓ એ અગાઉ થીજ પોતાના ડિફોલ્ટર ગ્રાહકો ને જાણ કરી નાણાં ની પતાવટ માટે ની લોક અદાલત માં તક આપતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના મેનેજર સૌરભ શર્મા સહિત લોન મેનેજર વિજયભાઇ પરમાર, સંજય વસાવા સહિત ના સ્ટાફ હાજર રહયા હતા અને પોતાના ગ્રાહકો સાથે નાણાંકીય માંડવાળ કરી હતી. આ બાબતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના મેનેજર સૌરભ શર્મા એ જણાવ્યું હતું કે આ રીકવરી કરવાથી બેંક ના NPA મા ધટાડો થાય છે. ગ્રાહકો ને હપ્તા ની પણ પતાવટ દરમ્યાન સગવડ અપાતી હોવાનું પણ જણાવ્યું હતું.

બેંક ઓફ બરોડા એ પોતાના 30 ગ્રાહકો ને લોક અદાલત માં બોલાવ્યા હતા જે પૈકી 10 હાજર રહયા હતા જેમના સાથે નાણાંકીય માંડવાળ કરાઇ હતી.

આ ઉપરાંત સહુથી વધુ ગ્રાહકો વીજ કંપની ના બાકી લેણાં માટે બોલાવવામાં આવ્યા હતા 120 બાકીથાય ગ્રાહકો ને લોક અદાલત માં હાજર રહેવા નુ ફરમાન જારી કરવામાં આવેલ તે પૈકી ના માત્ર 22 ગ્રાહકો હાજર રહયા હતા. કુલ બાકી લેણાં 3.89 લાખ પૈકી રુપિયા 1.98 લાખ ની રીકવરી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here