રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ ( SPCA ) ની બેઠક મળી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જીલ્લામા પાંજરાપોળ બનાવવા માટેના ચક્રો ગતિમાન 5 એકર જમીનમા બનસે પાંજરાપોળ

નર્મદા જીલ્લા પરાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ ( SPCA ) ની વાર્ષિક સામાન્ય સભા જીલ્લા વિકાસ અધિકારી શ્રી પલાસણા ની અધયક્ષતા મા કલેકટરાલય ખાતે ના કોનફરન્સ હોલ ખાતે મળી હતી જેમાં નર્મદા જીલ્લા પશુ પાલન નિયામક શ્રી દવે , ડી.વાય એસ પી હેડકવાર્ટર શ્રીમતી ચૌધરી , નર્મદા વન વિભાગ ના એ.સી.એફ. ટોપિયા , રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ ઢોડીયા , કમિટી ના વાઇસ ચેરમેન સ્વામિ નિશ્રચલાનંદજી સહિત મેનેજીંગ કમિટી મેમ્બર આશિક પઠાણ , ગૌસેવક ધર્મેનદર ખત્રી , વી. એચ પી .અગ્રણી અજીતસિંહ રાઠોડ સહિત ના કમિટી મેમ્બર તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાંબા સમય પછી મળેલ આ સભામાં નર્મદા જીલ્લા મા એક પણ પાંજરાપોળ અસ્તિત્વ મા ન હોય તેમજ પશુઓ ની ગેરકાયદેસર થતી હેરાફેરી મા પકડાતા પશુઓ સહિત બિમારી મા સપડાતા પશુઓ સહિત રખડતાં ઢોરો ની ભારે સમસ્યા હોય તેઓને કયાં મુકવા નો નર્મદા જીલ્લા મા એક ભોટો પશ્ર હોય ને પાંજરાપોળ દેડિયાપાડા તાલુકા ભા બનાવવા માટે 5 એકર થી વધુ જમીન મેળવવા માટે ના ઠરાવ ને બહાલી આપવામાં આવી હતી.
આ માટે સરકાર ના સંલગ્ન વિભાગો સાથે પરામર્શ કરી જમીન મેળવવા નુ સભા મા સર્વાનુમતે નક્કી કરાયુ હતું.
પ્રાણી ક્રુરતા અત્યાચાર નિવારણ સમિતિ ની બેઠક મા એજન્ડા મુજબ ની કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમા નર્મદા જીલ્લા મા એક ઓથોરાઇઝડ પર્સન ની નિમણુંક કરવાની હોય ને આશિક પઠાણ દ્વારા વિશ્રવ હિન્દુ પરિષદ ના અગ્રણી અને આગેવાન અજીતસિંહ રાઠોડ ના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી જેને ગૌસેવક ધર્મેનદર ખત્રી એ ટેકો આપ્યો હતો. આમ અજીતસિંહ રાઠોડ ની ઓથોરાઇઝડ પર્સન તરીકે ની નિમણુંક કરાઇ હતી.

અધ્યક્ષ સ્થાને થી બોલતા જીલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે પ્રાણી ક્રુરતા અધે અત્યાચાર એ એક સેન્સેટીવ મુદદો છે , સમિતિ ના દરેક સદસ્યો ને એનિમલ ઉપર અત્યાચાર ન થાય એ જોવા કટિબદ્ધ બનવાનુ આહવાન કર્યુ હતુ. નર્મદા જીલ્લા મા પશુઓ ની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં દેડિયાપાડા અને સાગબારા તાલુકાઓ એપિક સેન્ટર હોય ને અચાનક પોલીસ વિભાગ ડ્રાઇવ કરી વાહનો નુ ચેકીંગ હાથ ધરે તો પશુઓ ની ગેરકાયદેસર હેરાફેરી અટકસે નુ પણ તેઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here