રાજપીપળા કરજણ નદીના કિનારે મોટી સંખ્યામાં મહિલાઓએ વડની પુંજા કરી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જેઠ સુદ પુનમ ના રોજ પત્નિ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટસાવિત્રી નો વ્રત રાખતી હોય છે

રાજપીપળા ના કરજણ નદી ના કિનારે મહિલા ઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઇ શણગાર સજી વડ ની પુંજા અર્ચના કરીને વટ સાવિત્રી ના વ્રત રાખી પોતાના પતિ દેવો માટે લાંબા આયુષ્ય માટે ઇશ્રવર ને પ્રાર્થના અર્ચના કરી હતી.

જેઠ સુદ પુનમ ના રોજ પરિણિત મહિલાઓ પોતાના પતિ દેવ ના લાંબા આયુષ્ય માટે વટસાવિત્રી નો વ્રત રાખતી હોય છે. અને સુખ શાંતિ સમૃધ્ધિ અને પતિદેવ ના લાંબા આયુષ્ય માટે ઇશ્રવર ને પ્રાર્થના અર્ચના કરતી હોય છે.
પતિવ્રતા સ્ત્રી ઓ માટે આજનો દિવસ ખુબજ મહત્વ નો હોય છે, જેઠ મહિના ની પુનમ ના રોજ વટસાવિત્રી નો વ્રત રાખવાની પરંપરા ઉત્તર ભારતમાં ખાસ કરીને ગુજરાત સહિત મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણ મા ચાલતી આવી છે. જે પતિ પત્નિ વચ્ચે ના પ્રેમ અને આસ્થા ના પ્રતિક સમી છે.

વટ સાવિત્રી ના વ્રત ની કહાની પણ ભારે દિલચસપ છે . આ વ્રત ની શરુઆત ભદ્ર દેશ ના રાજા અશ્રવપતિ અને તેમના પત્નિ એ એક સાથે વ્રત રાખ્યો હતો જેના ફળસ્વરૂપ તેમના ધરે દિકરી નો જન્મ થયો હતો, રાજા એ એ દિકરી નુ નામ સાવિત્રી રાખ્યુ હતુ, દિકરી મોટી થતાં સત્યવાન સાથે તેનાં લગ્ન કર્યા હતા.લગ્ન પહેલાં દેવશ્રી નારદજીએ ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે લગ્ન ના બાર વર્ષ પછી સત્યવાન નુ મૃત્યુ થસે .પોતાના પતિ ના મોત નિશ્રિંત હોવાની ભવિષ્યવાણી છતાં સાવિત્રી એ લગ્ન કર્યા હતા.પોતે પતિદેવ ની સેવા કરી એક આદર્શ પત્નિ નો ધર્મ અદા કર્યો હતો.લગ્ન જીવન ના બાર વર્ષ પસાર થતા ભવિષ્યવાણી મુજબ યમરાજ સત્યવાન ના પ્રાણ હણવા આવ્યા ત્યારે સાવિત્રી યમરાજ ની સાથે સાથે ચાલવા લાગી હતી.યમરાજ પણ સાવિત્રી ના પતિ પ્રેમ સન્માન ને જોઈ પરસનન થયા હતા .

યમરાજે સાવિત્રી ને વરદાન માંગવા કહેતાં સહુ પ્રથમ સાવિત્રી એ પોતાના સાસુ સસરા અંધ હોય તેમના માટે આંખોની રોશની પાછી માંગી હતી ,ત્યાર બાદ સાવિત્રી યમરાજ ની સાથે સાથે ચાલવા લાગી હતી બીજુ વરદાન માંગવા નુ યમરાજે કહેતા પોતાના પતિ દેવ નુ મુકતરાજ માગતું હતું અને પોતાના માટે એક પુત્ર પેદા થાય એવુ વરદાન માંગતા યમરાજે સાવિત્રી ના પતિપ્રેમ ને જોઈ પતિવ્રતા સ્ત્રી ના પતિ ના પ્રાણ પરત કર્યા હતા.

આમ વટસાવિત્રી ના વ્રત ની પરંપરા એ સમય થી ચાલતી આવી છે મહિલા ઓ સવારે સ્નાન કરી શણગાર સજી વડ ની પુંજા કરતી હોય છે અને પોતાના પતિ દેવ ના લાંબા આયુષ્ય માટે ઇશ્રવર ને પ્રાર્થના અર્ચના કરતી હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here