રાજપીપળા એસ.ટી ડેપોની બસોમા લાપરવાહીથી મુસાફરી કરતાં વિદ્યાર્થીઓનુ શિક્ષણ કેટલુ સલામત ??

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા ડેપો માંથી ખીચો ખીચ ભરેલી બસ ના દ્રશ્યો સામે આવ્યા કોરોના ગાઇડલાઇન ના ઉડતા ધજાગરા

વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમ અનેક રાજુવાતો છતાં રાજપીપળા અને ભરૂચ ડેપો માંથી અનેક રૂટ ની બસો હજુ શરૂ કરાઇ નથી

કોરોના ની તીવ્રતા હાલ સમગ્ર રાજ્યમાં ઘટી છે ત્યારે તબક્કાવાર સરકાર દ્વારા શાળા કોલેજો શરૂ કરવામાં આવી છે પરંતુ શાળા કોલેજો શરૂ કરવાની સાથે સાથે વિવિધ રૂટની બસો હજુ પણ શરૂ કરવામાં આવી નથી, એક જ બસમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરેલી બસો ના દ્રશ્યો રાજપીપળામાં સામે આવ્યા છે. ત્યારે કોરોના નો પીંજરે પુરાયેલો અજગર ફરી એકવાર બહાર નીકળી લોકો ના જીવ ભરખી ન જાય.

રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં શાળા કોલેજો શરૂ થઇ છે ત્યારે આસપાસના ગામોમાંથી ભણતર મેળવવા માટે રાજપીપળા આવતા વિદ્યાર્થીઓ શાળા-કોલેજો છૂટતા સાંજે પોતાના ઘરે જવા માટે એસટી ડેપોમાં ભારે ભીડ જોવા મળી હતી ઉપરાંત કેટલાક રૂટની બસો ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલી જોવા મળી હતી ઉપરાંત બિન્દાસ્ત માસ્ક વિના વિદ્યાર્થીઓ બસ માં સવાર જોવા મળ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જોખમ માં મુકાયું હોય તેમ લાગી રહ્યું છે, બસ મા મુસાફરી કરતા મુસાફરો ની કોઈ સંંખ્યા નિર્ધધારિત કરવામાં આવી છે કે નહી ??

સરકારની ગાઇડ લાઇન અને નિયમો આગળ ધરી સામાન્ય લોકો પાસે ગાડીમાં વધુ પેસેન્જર બેસાડવાના દંડ વસૂલી લેવામાં આવે છે પરંતુ સરકારી તંત્ર પાસે કોણ દંડ વસુલ સે ?? તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ઉપરાંત આટલા બધા વિદ્યાર્થીઓ, પેસેન્જર હોવા છતાં શુ આ રૂટની બીજી બસો ના મુકાય ? અથવા જો બસ મુકાય તો ગાઇડલાઇન મુજબ બસમાં વિદ્યાર્થીઓને બેસાડવાની જવાબદારી કોની ???? જો કોઈ એક વ્યક્તિ પણ કોરોના ગ્રસ્ત હોય તો આ બસના તમામ ના જીવ જોખમ માં મુકાયા છે ત્યારે આ બાબતે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર શુ પગલાં લે છે એ જોવું રહ્યું.

ઉપરાંત કોરોના કાળમાં રાજપીપળા ભરૂચ ડેપો માંથી વિવિધ રૂટની બસો બંધ કરી દેવાઈ હતી હાલ જનજીવન નિયમિત પણે ધબકતુ થયું છે પરંતુ એસ.ટી.તંત્ર દ્વારા ઘણા બધા રૂટની બસ હજુ પણ શરૂ કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સત્વરે તમામ રૂટોની બસ ફરીથી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

કોરોના નો ભરડો હાલ સમયો છે તયારે જો આવી જ સ્થિતિ રહી તો પુનઃ કોરોના ના ભરડામાં લોકો.સપડાસે એસ ટી તંત્ર સહિત વહીવટી તંત્રે આ મામલે ગંભીર થવાની અને નીતિ નિયમો ને અનુરૂપ મુસાફરો મુસાફરી કરે એ જોવાની તાંતી જરુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here