રાજપીપળામા વેપારીઓ અધિકારીઓની હા -ના વચ્ચે નગરના બજારો આવતીકાલથી ચાર દિવસ માટે બંધ-દેડિયાપાડામા પણ બજારો બંધ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સરકાર પોતે લોકડાઉન જાહેર કરે વેપારીઓ પાસે સ્વૈચ્છિક લોકડાઉન કેમ કરાઇ રહયુ છે ? વેપારીઓ મા ચર્ચાસપદ બનેલ મુદ્દો

સમગ્ર દેશ સહિતનર્મદા જીલ્લા  માં કોરોનાના વકરતા જતા કેસો ને કારણે કોરોના ની મહામારી વધુ ન ફેલાય એ માટે લોકડાઉન જ એક હથીયાર હોવાનું નિષ્ણાંત તબીબો સહિત તજજ્ઞો નુ માનવુ છે ત્યારે  રાજપીપળાની જનતા અને વેપારીઓ ના માથે આડકતરી રીતે સ્વૈચ્છિક લોકડાઉન થોપી બેસાડવામાં આવી રહ્યો છે જે સામે વેપારીઓ સહિત નાના ધંધા રોજ ગાર કરવાવાળા સહિત લારી ગલ્લા પથારા વાળા ઓ મા ભારે નારાજગી જોવા મળી રહી છે.  રાજપીપળામાં મંગળવારથી ચાર દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે , જેને સ્વૈચ્છિક લોકડાઉન તરીકે જાહેર કરેલ છે . આ માટે વહીવટીતંત્ર અને વેપારીઓ વચ્ચે વાતચીત અને પરામર્શ કરાયુ હતુ અને ચાર દિવસ ના લોકડાઉન ની જાહેરાત કર્યા બાદ હવે રાજપીપળા ના બજારો મંગળવાર થી શુક્રવાર સુધી બંધ રહેશે.  

ત્યારે હવે તેમાં ડેડીયાપાડા પણ જોડાયું છે. ડેડીયાપાડામા પણ સોમવારથી ચાર દિવસ માટે બજારો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રાજપીપળા અનેડેડીયાપાડામાં કોરોનાના કેસો ઘટે અને કોરોનની ચેન તૂટે તે માટે તંત્ર અને પ્રજા આ નિર્ણયમાં જોડાઈ છે. ખાસ કરીને કોરોનાનું કરીને સંક્રમણ ઘટે તે માટેનો આ સ્તુત્ય પ્રયાસ છે.આ અંગે દેડીયાપાડાની જાહેર જનતાને,અપીલ કરતા વેપરીઓએ જણાવ્યું છે કે, સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યુ છે કે તા.૧૯/૦૪/૨૧ સોમવારથી ૨૨/૦૪/૨૦૨૧ ગુરૂવાર સુધી દેડીયાપાડા બજાર બંધ રહેશે. ત્યાર બાદ શુક્રવાર, શનિવાર અને રવિવાર ત્રણ દિવસ માટે બજાર સવારે ૬:૦૦ થી બપોર ૨:૦૦ કલાક સુધી ખુલ્લુ રાખવામાં આવશે. ની જાહેરાતો કરવામાં આવી છે.

આ ઉપરાંત નર્મદા જીલ્લા ના કેવડીયા કોલોની ના વેપારી મંડળ દ્વારા પણ ચાર દિવસ ના બંધ ની જાહેરાત કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here