રાજપીપળાના વડફડિયા વિસ્તારમાં પીવાના પાણીના નળમાંથી સાંપના કણો નીકળતા રહીશોમાં ફફડાટ….

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

વોર્ડના સભ્ય દ્વારા ચીફઓફીસરને રૂબરૂ પાણીના પ્રશ્ને ચર્ચા કરવા સમયની માંગ કરાતા સી. ઓ. ની વાત કરવા માટે ધરાર ના….

લોકડાઉનમાં પોતે કોઈની મુલાકાત કરતા નથી નો ઉદ્ધતાઈ ભર્યું વોર્ડ નં 3 ના સભ્ય સલીમ સોલંકીને જવાબ

નગરપાલિકાના આવા બેજવાબદાર અધિકારી સામે કાર્યવાહી કોણ કરશે….!!?

પીવાના પાણીમાં સાંપના કણ પક્ષીઓના પીંછા નીકળતા વાસ મારતું દુર્ગંધ વાળું પાણી પીતા કોલોરાનો રોગચાળો ફાટી નીકળવાની દહેશત

રાજપીપલા નગરપાલિકા ના વોર્ડ નં 3 માં આજરોજ પીવાના પાણીના નગરપાલિકાએ આપેલ નળમાંથી સાંપના કણો નીકળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, એક તો કોરોનાની મહામારી સાથે લોકો લડી રહ્યા છે, તેવા સમયે પીવાના પાણીમાંથી કબૂતર સહિત પક્ષી ઓના પીંછા, અને સાંપના કણો નીકળતા લોકો કોલેરાની બીમારી ફેલાઈ એવા ભયથી ફફડી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલાના વેડફળીયા વિસ્તારમાં જાવેદ શૈખ નામના ઇસમના ઘરે પીવાના પાણીના કનેકશન માંથી સાંપના કણો 40 થી 50 જેટલાં એકસાથે નીકળતા ઘરના સર્વે ઇસમ ચોંકી ઊઠ્યા હતા, જોવા માટે આસપાસના લોકો પણ આવી પહોંચ્યા હતા. આ બાબતની જાણ નગરપાલિકા સભ્ય સલીમ સોલંકીને કરાતા તેવો ત્યાં પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

નગરપાલિકા સભ્ય સલીમ સોલંકીએ આ બાબતે નગરપાલિકાના ચીફઓફીસર જયેશ પટેલને ટેલિફોનિક જાણ કરી કેટલાક વિસ્તાર માંથી પક્ષીઓના પીછા પણ નીકળતા હોવાનું જણાવી સમસ્યા માટે પોતે રૂબરૂ મળવા માંગે છે નું જણાવી એપોઇન્ટમેન્ટ માંગતા ચીફઓફિસરે ધરાર ના પાડી દેતા સલીમ સોલંકી ચોંકી ઊઠ્યા હતા. લોકડાઉનમાં પોતે કોઈને મળતા નથીનો ઊડાવ જવાબ ચીફઓફીસરનો કેટલી હદે યોગ્ય કહેવાય..!!?
નગરપાલિકાના ઇજનેરને આ બાબતે જાણ કરાતા લોકડાઉન સુધી ખેંચી નાખો એવો જવાબ નગરપાલિકા સભ્ય સલીમ સોલંકીને મળેલ.
નગરના ઘણા વિસ્તારમાં દુર્ગંધ અને વાસ મારતું પાણી પીવા નગરજનો મજબુર બન્યા છે, નગરપાલિકાના શાસકો જો તેમના સભ્યોને જ ગાંઠતા નં હોય તો આમ પ્રજાના પ્રશ્નોનો શુ ઉકેલ લાવતા હશે, આપખુદ શાહીમાં રાચતા ચીફઓફીસરની શુ લોકડાઉનમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવાની જવાબદારી નથી ??? શુ આવા અધિકારી ઓને જિલ્લાના કલેકટર બોધપાઠ શીખવશે ખરા ??? કે પછી નગરની પ્રજા આમજ આવા અધિકારીઓના કુશાશનનો ભોગ બની કોલેરાના ભરડામાં પ્રજાને હોમી દેવાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here