રાજપીપળાના મોતીબાગ ખાતે ચાલતાં જુગારધામ ઉપર એલ.સી.બી નર્મદાનો દરોડો..

રાજપીપલા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

એક મહિલા સહિત ત્રણ જુગારીઓ ઝડપાયા ત્રણ જુગારીઓ પોલીસ ને થાપ આપી ફરાર

ઝડપાયેલા જુગારીઓ પાસેથી રૂપિયા 20300 નો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

લોકડાઉન દરમ્યાન નર્મદા પોલીસની પ્રંશસનીય કામગીરી,જુગાર રમતા તત્વોમાં ફફડાટ….

રાજપીપળા ના મોતીબાગ મા કેટલાંક ઈસમો ટોળાં વળી ને પત્તાપાના વડે હાર-જીત નો જુગાર રમી રહેલાં છે તે મુજબ ની ચોક્કસ બાતમી મળતાં પોલીસ અધિક્ષક હિમકર સિંહ ની સુચના અને એલ.સી.બી પી. આઈ. એ.એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઈ. સી. એમ. ગામીત અને સ્ટાફના ઓ એ મોતીબાગ મા રેઈડ કરતાં જુગારીયાઓ મા નાસભાગ મચી જવા પામી હતી, સ્થળ ઉપર જુગાર રમી રહેલાં સાત જુગારીયાઓ પૈકી (1) તારાબેન ગુરુજી વસાવા, રહે લિમડાચોક મોતીબાગ (2) ગણેશ ચંદુભાઈ માછી રહે.લિમડાચોક (3) ધર્મેન્દ્ર કીશોરભાઈ માછી રહે, લિમડાચોક રાજપીપળા નાઓ ઝડપાઈ જવા પામ્યાં હતા અને બિજા ત્રણ જુગારીયાઓ (1) અલકેશ પરસોતમ વસાવા રહે ખારા ફળીયા (2) નામશરણ ચુનીલાલ સિકલીગર,રહે વિશ્વકર્મા મંદિર પાસે (3) રાજુભાઈ હિમ્મત ભાઈ માછી રહે.ભાથીજી મંદિર પાસે લિમડાચોક સ્થળ ઉપર થી નાસી છુટ્યા હતાં તેઓ ની શોધખોળ ચાલુ છે.ફરાર થયેલા જુગારીઓ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હોવાનું જાણવા મળેલ છે.

રેઈડ દરમિયાન પકડાયેલાં ઈસમો પાસે થી દાવ ઉપર લાગેલાં અને અંગ જડતી મા મળી આવેલાં કુલ રુ.12,890/- તથા મુદ્દામાલ પેટે ત્રણ મોબાઈલ કીંમત રુ 7500 મળી કુલ મુદ્દા માલ રુ20,,390/- કબજે કરવામા આવ્યો હતો.આમ નર્મદા LCB એ આ અંગે જુગાર ધારા ની કલમ12હેઠળ ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી શરુ છે.અને ફરાર આરોપીઓ ને ઝડપવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here