રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ૩૨ શિક્ષણ સહાયકોની પસંદગી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય સરકારે શિક્ષણના મજબૂતીકરણ માટે શિક્ષણ વિભાગના માધ્યમથી રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકોની ભરતી/ નિમણુંકની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા હેઠળ રાજપીપલા શહેર અને નર્મદા જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે કુલ ૩૨ શિક્ષણ સહાયકો પસંદ કરવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા રાજ્યના શાળાઓ માટેના કમિશનરની કચેરીના દિશા નિર્દેશો અનુસાર પસંદ થયેલા ઉમેદવારોને નિયુક્તિ પત્રો પ્રદાન કરવાના બે કાર્યક્રમોનું તા. ૧ લી જૂન, ૨૦૨૧ ને મંગળવાર ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
તે પ્રમાણે સવારે ૧૦.૩૦ કલાકે રાજપીપલા કલેકટર કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહના હસ્તે ૦૮ શિક્ષણ સહાયક ઉમેદવારોને ભલામણ અને નિમણૂંક પત્રો પ્રદાન કરાશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રીના હસ્તે નિયુક્તિ પત્રો પ્રદાન કરવાના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

તે પછી બપોરના ૧૨.૩૦ કલાકે શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે અન્ય ૨૪ શિક્ષણ સહાયક ઉમેદવારોનેભલામણ-નિમણૂંક પત્રો પ્રદાન કરાસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here