રાજપીપલા નગરપાલિકાએ વોર્ડ નં. 4-વોર્ડ નં 5 અને વોર્ડ નં 6 ને કન્ટેન્ટમેન્ટ વોર્ડ જાહેર કર્યા

રાજપીપળા,

પ્રતિનિધિ :- આશિક પઠાણ

નગરમાંથી કોરોના પોઝિટિવ કેસ મળી આવતા ઘરની બહાર નહીં નીકળવા નગરપાલિકાનું ફરમાન

આવશ્યક ચીજ વસ્તુઓ માટે નગરપાલિકાનો સંપર્ક સાધવા નગરજનોને ચીફઓફીસરની અપીલ

રાજપીપલા નગર માંથી કોરોના વાઇરસ પોઝિટિવ ના બે કેસ મળી આવતા અને સિસોદ્રા CHC સેન્ટર ખાતે ફરજ બજાવતી મહિલા તબીબ પણ રાજપીપલા માં રહેતી હોવાનું બહાર આવતા રાજપીપલા નગરપાલિકા એ નગર ના ત્રણ વોર્ડ ને કન્ટેન્ટમેન્ટ વોર્ડ જાહેર કર્યા છે જેમાં વોર્ડ નં 4, 5 અને વોર્ડ નં 6 નો સમાવેશ થાય છે.

આ વોર્ડ વિસ્તારમાં રહેતા તમામ નાગરિકો ના બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવા માં આવેલો છે, કોરોના વાઇરસ વધુ ન ફેલાય, લોકો એકબીજા ના સંપર્ક માં ન આવે એ માટે આ નિર્ણય લેવાયો છે, નગરપાલિકા ના ચીફઓફિસર દ્વાર લોકો ને અપીલ કરવામાં આવિ છે કે આરોગ્ય ની જાળવણી અર્થે લોકો ઘર ની બહાર ન નીકળે અને સહયોગ આપે.

આ સાથે લોકો ને જીવન જરૂરિયાત ની વસ્તુઓ માટે નગરપાલિકા નો સંપર્ક કરવા જણાવવામાં આવયું છે, નગરપાલિકા એ લોકો ની મદદ માટે કર્મચારી ઓ ની યાદી પણ જેતે વોર્ડ માં જાહેર જગ્યાઓ ઉપર લગાડી છે કે જેથી નગરજનો તેમનો સંપર્ક કરી જરૂરી ચીજ વસ્તુઓ મેળવી શકે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here