રાજકોટ શહેરમાં આજથી ૭૫૦૦ ઉદ્યોગો ફરીથી થશે ધમધમતા….!!

રાજકોટ,
વિનુ ખેરળીયા

ગુજરાત રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના કેસ વધી રહ્યા છે. અને lockdown પણ ત્રીજા તબકામાં ચાલી રહ્યું છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા આંશિક રાહત આપવામાં આવી રહી છે.જ્યારે રાજકોટમાં એક અઠવાડિયાથી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.ત્યારે રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે રાજ્કોટમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સિવાયના વિસ્તારમાં આજથી ઉદ્યોગો ધમધમશે. જયારે કલેકટર દ્વારા નિયમોને આધીન આપેલી મંજૂરી ને ધ્યાનમાં લઈને આજથી ૭૫૦૦ ઉદ્યોગો ફરીથી શરૂ થશે. અને કોરોનાને લઈને જાહેર કરાયેલા નિયમોનુ કડક પાલન કરવાનુ રહે છે. અને જેમાં કામ શરૂ કરતા પહેલા દરેક કર્મચારીઓનું થર્મલ ગનથી ચેકિંગ કરવાનું રહેશે. અને જેમાં શ્રમિકોને અને કર્મચારીઓને માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવાનુ રહેશે, અને આ સાથે માત્ર 50 ટકા કર્મચારીઓ સાથે ઉદ્યોગ શરૂ થશે, અને જ્યારે સવારના ૭ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી ઉદ્યોગો ચાલુ રાખી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here